GLOBAL MARKET મુજબૂત સંકેત વચ્ચે Dow Jones 222 અને SGX Nifty 114 અંક ઉછળ્યા

વૈશ્વિક બજાર (GLOBAL MARKET) મજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર સારી સ્થિતિએ પહોચીને બંધ થયા છે. Dow Jones 222 અંક ઉછળ્યો છે. એશિયામાં પણ સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. આજે SGX Nifty 114 વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET મુજબૂત સંકેત વચ્ચે Dow Jones 222 અને SGX Nifty 114 અંક ઉછળ્યા
Global markets are signaling good business
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:22 AM

વૈશ્વિક બજાર (GLOBAL MARKET) મજબૂત સંકેત આપી રહ્યા છે.અમેરિકાના બજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયા છે. Dow Jones 222 અંક ઉછળ્યો છે. એશિયામાં પણ સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે.આજે SGX Nifty 114 વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ(Dow Jones) 229.29 અંક એટલે કે 0.76 ટકાની મજબૂતીની સાથે 30,211.91 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક(NASDAQ) 332.69 ઉછળ્યો છે. 2.55 ટકાના વધારાની સાથે ઇન્ડેક્સ 13,403.39 ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 59.62 અંક મુજબ 1.61 ટકાની મજબૂતીની સાથે 3,773.86 ના સ્તર પર બંધ થયો છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ(NIKKEI) 285.15 અંક વધારા સાથે 28,376.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)114.50 અંક એટલે કે 0.80 ટકાના વધારાની સાથે 14,473 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.58 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે જ્યારે હેંગ સેંગ 1.96 ટકાના ઉછાળાની સાથે 29,458.74 ના સ્તર પર છે.

કોરિયાઈ બજાર કોસ્પી 2.50 ટકાના વધારા સાથે 3,132.87 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 338.04 અંકો મુજબ 2.19 ટકા મજબૂતીની સાથે 15,748.13 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.48% વધારાની સાથે 3,522.05 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.