GLOBAL MARKET: સારા સંકેત સાથે SGX NIFTY માં 97 અંકનો વધારો

વૈશ્વિક બજાર(GLOBAL MARKET )આજે સારા સંકેત આપી રહ્યા છે. આજે ભારતીય શેરબજાર(STOCK MARKET) માં સારી સ્થિતિ દેખાવાની આશા છે.

GLOBAL MARKET: સારા સંકેત સાથે SGX NIFTY માં 97 અંકનો વધારો
GLOBAL MARKET
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:36 AM

વૈશ્વિક બજાર( GLOBAL MARKET )આજે સારા સંકેત આપી રહ્યા છે. આજે ભારતીય શેરબજાર(STOCK MARKET) માં સારી સ્થિતિ દેખાવાની આશા છે. એશિયન બજારો મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. SGX NIFTY માં 97 અંકનો વધારો જોવા મળી રહ્યો છે. DOW FUTURES પણ 120 પોઇન્ટ ઉપર છે. યુએસ બજારો માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે નિમિત્તે બંધ રહ્યા હતા.

એશિયાઈ બજારોમાં આજે સારી સ્થિતિમાં કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 361.64 અંક ઉછળ્યા છે. ઇન્ડેક્સમાં 1.28 ટકા વધારા બાદ 28,603.85 ના સ્તર પર જોવા મળી રહ્યા છે. SGX NIFTY 97.50 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. સૂચકઆંક 0.68 ટકાના વધારાની સાથે 14,373.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.49 ટકા વધ્યો છે, જ્યારે હેંગ સેંગમાં 2.17 ટકાની મજબૂતી દેખાઈ રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 2.16 ટકા વધીને 3079.17 ના સ્તર પર રહ્યા છે. તાઇવાનના બજાર 1.27 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે શંધાઈ કંપોઝિટ 8.52 અંક મુજબ 0.24 ટકા નબળાઈની સાથે 3,587.70 ના સ્તર પર છે.

 

આ પણ વાંચો: GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ