Debit Card પર મળે છે 10 લાખ સુધીનો ફ્રી અકસ્માત વીમો, જાણો કેવી રીતે અને કોને મળે છે લાભ

|

Nov 27, 2021 | 8:50 PM

આકસ્મિક વીમાની કિંમત કેટલી હશે, તે તમે કયા કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર નિર્ભર છે. આ રકમ અલગ-અલગ કાર્ડ માટે અલગ અલગ હોય છે.

Debit Card પર મળે છે 10 લાખ સુધીનો ફ્રી અકસ્માત વીમો, જાણો કેવી રીતે અને કોને મળે છે લાભ
Debit Card

Follow us on

શું તમે જાણો છો કે તમને તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વિના મુલ્યે વીમો (free insurance) મળે છે. અલગ – અલગ પ્રકારના કાર્ડ પર આ વીમો 10 લાખ રૂપિયા સુધીનો હોય છે. આ આકસ્મિક વીમો (accidental insurance) હોય છે. આ ઈન્શ્યોરન્સ કવર, કાર્ડ પ્રોવાઈડર જેવા માસ્ટરકાર્ડ, રુપે કાર્ડ, વિઝા કાર્ડ કંપની દ્વારા આપવામાં આવતું હોય છે. અથવા આ કંપનીઓ બેંકોના સહયોગથી ફ્રી ઈન્શ્યોરન્સ કવર આપતી હોય છે. વીમાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે કાર્ડધારકનું અકસ્માતને કારણે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવી ગઈ હોય.

આકસ્મિક વીમાની કિંમત કેટલી હશે, તે તમે કયા કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર નિર્ભર છે. આ રકમ અલગ-અલગ કાર્ડ માટે અલગ અલગ હોય છે. SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, SBI ગોલ્ડ માટે વીમા કવર 2 લાખ રૂપિયા, પ્લેટિનમ કાર્ડ માટે 5 લાખ રૂપિયા, પ્રાઇડ કાર્ડ માટે 2 લાખ રૂપિયા, પ્રીમિયમ કાર્ડ માટે 5 લાખ રૂપિયા અને વિઝા, સિગ્નેચર અને માસ્ટરકાર્ડ માટે આ ઈન્શ્યોરન્સ કવર 10 લાખ રૂપિયાનું હોય છે.

કાર્ડનો ઉપયોગ 90 દિવસમાં થયો હોવો જોઈએ

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

નિયમો અને શરતો વિશે વાત કરીએ તો, અકસ્માત થયો તે દિવસના 90 દિવસ પહેલા કાર્ડનો ઉપયોગ થવો હોવો જોઈએ. જો આમ ન થાય તો વીમાનો લાભ મળશે નહીં. વીમા કવચ વિશે ઉપર આપવામાં આવેલી તમામ માહિતી નોન- એર એક્સિડન્ટને લઈને છે. જો કાર્ડધારકનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો વીમા કવચ લગભગ બમણું થઈ જશે. જો કે, આ માટે તે કાર્ડનો ઉપયોગ એર ટિકિટ બુકિંગમાં કરવામાં આવ્યો હોય તે જરૂરી છે.

પર્ચેઝ પ્રોટેક્શનનો પણ મળે છે લાભ

આ સિવાય ડેબિટ કાર્ડ પર ખરીદી સુરક્ષાનો લાભ પણ મળે છે. તેનો લાભ ત્યારે મળે છે જ્યારે તમે તે કાર્ડથી ખરીદી કરો અને 90 દિવસની અંદર તે વસ્તુ તમારી કારમાંથી અથવા તમારા ઘરમાંથી ચોરાઈ જાય. SBI ગોલ્ડ માટે 5000 રૂપિયા, પ્લેટિનમ કાર્ડ માટે 50,000 રૂપિયા, SBI પ્રાઇડ પર 5000 રૂપિયા, પ્રીમિયમ કાર્ડ્સ પર 50,000 રૂપિયા અને વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ પર રૂપિયા 1 લાખની ખરીદી સુરક્ષાનો (purchase protection) લાભ મળે છે.

 

આ પણ વાંચો :  Jammu Kashmir: જમ્મુમાં મલ્ટી-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ, દુર્ગમ વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં કરશે મદદ

Next Article