Gujarati News Business Geeta Gopinath bids farewell to IMF, learn more about Indian woman's journey to IMF chief economist
Gita Gopinath એ IMF ને અલવિદા કહ્યું, જાણો ભારતીય મહિલાની IMF ની ચીફ ઇકોનોમિસ્ટ સુધીની સફર વિશે વિગતવાર
તે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સ પ્રોગ્રામની કો-ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. તે અમેરિકન ઇકોનોમિક રિવ્યૂના કો-એડિટર, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના વર્તમાન હેન્ડબુકના કો-એડિટર અને ઇકોનોમિક સ્ટડીઝ રિવ્યુના એડિટર પણ રહી ચૂક્યા છે.
1 / 9
ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અને IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ(geeta gopinath) પોતાની નોકરી છોડીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પરત ફરવાના છે. ગોપીનાથ આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે.
2 / 9
ગીતા ગોપીનાથે જાન્યુઆરી 2019 માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. IMF માં જોડાયા પહેલા ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ઈકોનોમિક્સની John Zwaanstra પ્રોફેસર હતા. John Zwaanstraના નામે પ્રોફેસરશિપ શરૂ કરવામાં આવી હતી. John Zwaanstra આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટે જાણીતા એક મહાન વિદ્વાન હતા.
3 / 9
ભારતમાં જન્મેલી ગીતા ગોપીનાથે જાન્યુઆરી 2019 માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે પહેલા તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિનાએ જણાવ્યું હતું કે ગીતાની કારકિર્દી ભવ્ય રહી છે. આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીન લગાર્ડે કહ્યું કે ગીતા વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકીના એક છે. તેમનું શૈક્ષણિક પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ગીતા ગોપીનાથ વિનિમય દર, વેપાર અને વેપાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટી, મૌદ્રિક નીતિ અને ઉબરતે બજારોમાં સંકટ 40 રિસર્ચ લેખ પ્રકાશિત કરી ચુક્યા છે.
4 / 9
જાણો કોણ છે ગીતા ગોપીનાથ ? : ગીતાનો જન્મ કર્ણાટકના મૈસુરમાં થયો હતો. ગીતાના દાદા ગોવિંદ નામ્બિયાર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના મજબૂત નેતા માનવામાં આવતા હતા. તેમની દાદી પણ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એકે ગોપાલનના સગા હતા. ગીતાએ લેડી શ્રીરામથી બીએ કર્યું અને પછી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ માટે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગયા હતા. ગીતાના પતિ ઇકબાલ ધાલીવાલ પણ અર્થશાસ્ત્રમાં સ્નાતક છે અને 1995 બેચના IAS ટોપર હતા. ઇકબાલે પ્રિન્સટન ખાતે અભ્યાસ કરવા માટે તેની IAS નોકરી છોડી દીધી હતી. ગીતા તેના પતિ અને એક પુત્ર સાથે કેમ્બ્રિજમાં રહે છે.
5 / 9
ગોપીનાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી BA અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી MA કર્યું છે. ત્યારબાદ 2001 માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું. તે વર્ષના અંતે તેમણે શિકાગો યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ગીતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ અને અર્થશાસ્ત્રના જ્હોન ઝાવન્સ્ટ્રા પ્રોફેસર રહી ચુક્યા છે. તેમના સંશોધન આંતરરાષ્ટ્રીય નાણા અને મેક્રોઇકોનોમિક્સ પર કેન્દ્રિત છે.
6 / 9
તે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સ પ્રોગ્રામની કો-ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. તે અમેરિકન ઇકોનોમિક રિવ્યૂના કો-એડિટર, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના વર્તમાન હેન્ડબુકના કો-એડિટર અને ઇકોનોમિક સ્ટડીઝ રિવ્યુના એડિટર પણ રહી ચૂક્યા છે.
7 / 9
ગીતા ગોપીનાથે IMF માં ઘણા મહાન કાર્યો કર્યા છે. તે મહામારી પેપરના સહ-લેખક હતા. આ પેપરમાં કોરોના મહામારીને કેવી રીતે નાબૂદ કરવી અને વૈશ્વિક સ્તરે કોરોના રસીકરણ અભિયાન કેવી રીતે પૂર્ણ કરવું તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
8 / 9
આ સાથે જ ગીતાએ IMF માં ક્લાઇમેટ ચેન્જ ટીમની રચના અને વિશ્લેષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યોર્જીવાએ કહ્યું કે હું ગીતાના તેના યોગદાન માટે વ્યક્તિગત રૂપે આભાર વ્યક્ત કરવા માંગુ છું, તેના સૂચનો હંમેશા ઉત્તમ રહ્યા છે, તે હંમેશા તેના મિશન અને સંશોધન માટે ગંભીર રહી છે.
9 / 9
તેમણે ભારતના નાણા મંત્રાલય માટે G-20 બાબતો પર પ્રખ્યાત વ્યક્તિ સલાહકાર જૂથના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. 2018 માં તે અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં ફેલો તરીકે ચૂંટાયા હતા. 2017 માં તેમને વોશિંગ્ટન યુનિવર્સિટી તરફથી વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર મળ્યો હતો. 2014 માં, આઇએમએફ દ્વારા તેમને ટોચના 25 અર્થશાસ્ત્રીઓમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું અને 2011 માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.