Gautam Adani બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, Mukesh Ambaniને છોડ્યા પાછળ

|

Nov 24, 2021 | 5:39 PM

ગૌતમ અદાણી બુધવારે મુકેશ અંબાણીને પાછળ છોડીને ગ્રુપ માર્કેટ કેપના આધારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

Gautam Adani બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, Mukesh Ambaniને છોડ્યા પાછળ
Gautam Adani - chairman and founder Adani Group

Follow us on

અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી (Adani Group founder and chairman Gautam Adani) બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ   (Reliance Industries Limited – RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. નિષ્ણાંતોના મતે, આ ગ્રુપ માર્કેટ કેપ પર આધારિત છે. અહેવાલો અનુસાર, એપ્રિલ 2020 થી અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. 18 માર્ચ 2020ના રોજ તેમની કુલ સંપત્તિ 4.91 અરબ ડોલર હતી.

અદાણીની કુલ સંપતિમાં 1808 ટકાનો વધારો

છેલ્લા 20 મહિનામાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 1808 ટકાથી વધુ એટલે કે  83.89 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. આ જ સમયગાળામાં, મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા અથવા 54.7 અરબ ડોલરનો વધારો થયો છે. અગાઉ, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે સૂચવ્યું હતું કે અદાણીની વર્તમાન નેટવર્થ  88.8 બિલિયન ડોલર છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ કરતાં માત્ર  2.2 બિલિયન ડોલર ઓછી છે.

Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025

એક અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર તાજેતરના O2C સોદાના અંત પછી દબાણ હેઠળ રહ્યા હતા અને 1.07 ટકા ઘટીને  2,360.70 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે અદાણી ગ્રુપના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ 2.94 ટકા વધીને  1757.70 રૂપિયા પર હતો. અદાણી પોર્ટ્સ 4.87 ટકા વધીને  764.75  રૂપિયા થયો હતો. અદાણી ટ્રાન્સમિશન 0.50 ટકા વધીને 1,950.75  રૂપિયા પર, જ્યારે અદાણી પાવરનો શેર પણ 0.33 ટકા વધીને  106.25 રૂપિયા થયો હતો.

તાજેતરમાં રીલાયન્સ કંપનીને થયુ હતુ 66000 કરોડનું નુક્સાન

દેશના સૌથી ધનિક કારોબારી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડ્યો હતો. આ આંચકો રિલાયન્સ અને સાઉદી અરામ્કો વચ્ચે રદ થયેલી ડીલ બાદ લાગ્યો હતો. બંને કંપનીઓ વચ્ચેનો સોદો રદ થયા બાદ શેરધારકોમાં નિરાશાના કારણે શેરમાં સોમવારે ઘટાડો થયો હતો.

વર્ષ 2019 માં બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત સાઉદી અરામ્કો રિલાયન્સની ઓઈલ ટુ કેમિકલમાં 20 ટકા હિસ્સો ખરીદવાની હતી. તેની કુલ કિંમત 1.11 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. છેલ્લા બે વર્ષમાં બંને કંપનીઓ વચ્ચેના કરારમાં ઘણી પ્રગતિ થઈ છેે. રિલાયન્સે અરામકોના ચેરમેન એચ. અલ-રૂમાયનને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કર્યા છે.

પરંતુ હાલમાં જ બંને કંપનીઓએ આ ડીલ રદ કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે રિલાયન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઓઇલને કેમિકલ બિઝનેસને ગ્રુપના અન્ય બિઝનેસથી અલગ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. બદલાતા વાતાવરણને જોતા બંને કંપનીઓએ તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :  મોદી સરકારના Crypto Bill લાવવાના અહેવાલો વચ્ચે Virtual Currency ધડામ… Bitcoin અને Solana સહિતની Cryptocurrency ના મૂલ્યમાં ઘટાડો થયો

Published On - 5:26 pm, Wed, 24 November 21

Next Article