ગૌતમ અદાણી હવે ગ્રીન હાઈડ્રોજનની દુનિયામાં સૌથી મોટી કંપની બનાવવાની તૈયારીમાં, ફ્રાન્સની કંપનીએ અદાણી ગ્રુપમાં ખરીદી 25 ટકા ભાગીદારી

|

Jun 14, 2022 | 5:44 PM

અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમનું સંયુક્તપણે નિર્માણ કરવા માટે ફ્રેન્ચ ફર્મ સાથે નવી ભાગીદારી કરી છે. જોકે, નિવેદનમાં સોદાની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ગૌતમ અદાણી હવે ગ્રીન હાઈડ્રોજનની દુનિયામાં સૌથી મોટી કંપની બનાવવાની તૈયારીમાં, ફ્રાન્સની કંપનીએ અદાણી ગ્રુપમાં ખરીદી 25 ટકા ભાગીદારી
Gautam Adani
Image Credit source: File Image

Follow us on

ગૌતમ અદાણી (Gautam Adani) હવે ગ્રીન હાઈડ્રોજનની (Green Hydrogen) દુનિયામાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમણે ફ્રાન્સની ટોટલ એનર્જી સાથે હાથ મિલાવ્યો છે. ટોટલ એનર્જી અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝમાં 25 ટકા હિસ્સો ખરીદશે. અદાણી ગ્રૂપે ગ્રીન હાઈડ્રોજન બિઝનેસ માટે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)ની સ્થાપના કરી છે. કંપનીનું લક્ષ્ય 2030 પહેલા વાર્ષિક ધોરણે 1 મિલિયન ટન ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાનું છે. આ માટે આગામી 10 વર્ષમાં 50 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજના છે.

અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમનું સંયુક્તપણે નિર્માણ કરવા માટે ફ્રેન્ચ ફર્મ સાથે નવી ભાગીદારી કરી છે. જોકે, નિવેદનમાં સોદાની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વ્યૂહાત્મક જોડાણમાં ટોટલ એનર્જી અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) પાસેથી અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)માં 25 ટકા લઘુમતી હિસ્સો હસ્તગત કરશે.

એનર્જી માર્કેટ બદલાશે

ફ્રેન્ચ કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ટોટલ એનર્જીએ ANILમાં 25 ટકા હિસ્સો ખરીદવા માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ સાથે કરાર કર્યો છે. ANILએ ભારતમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન અને વ્યાપારીકરણ માટે AEL અને ટોટલ એનર્જી વચ્ચેનું વિશિષ્ટ પ્લેટફોર્મ હશે. ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે ANILએ 2030 સુધીમાં દર વર્ષે 10 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન (MTPA)નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે ગ્રીન હાઈડ્રોજન પર કેન્દ્રિત આ ભાગીદારીથી ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઊર્જાના લેન્ડસ્કેપમાં પરિવર્તનની અપેક્ષા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

50 બિલિયન ડોલરના રોકાણની યોજના

નિવેદન અનુસાર ANILની મહત્વાકાંક્ષા આગામી 10 વર્ષમાં ગ્રીન હાઈડ્રોજન અને સંબંધિત ઈકોસિસ્ટમમાં 50 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવાની છે. બંને કંપનીઓએ તેમના નિવેદનમાં રોકાણની રકમનો ઉલ્લેખ કર્યો નથી. ટોટલ એનર્જી પહેલેથી જ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં ભાગીદાર છે.

10 લાખ ટન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “અદાણી-ટોટલ એનર્જી સંબંધોનું વ્યૂહાત્મક મહત્વ વેપારના સ્તરે અને મહત્વાકાંક્ષાના સ્તરે ઘણું છે. ટોટલ એનર્જીના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પેટ્રિક પોયને જણાવ્યું હતું કે ભાવિ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ ટન કંપનીને નવા ડીકાર્બોનાઈઝ્ડ પરમાણુઓનો હિસ્સો કુલ ઉર્જા ઉત્પાદન અને વેચાણના 25 ટકા સુધી વધારવામાં મદદ કરશે.

Next Article