ગૌતમ અદાણી અને તેના રોકાણકાર થયાં માલામાલ, એક જ દિવસમાં રૂપિયા 1.92 લાખ કરોડની કમાણી કરી, આજે કેવી રહેશે સ્થિતિ?

ત્રણ રાજ્યોમાં જંગી માર્જિનથી ભાજપની સરકાર બન્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે પણ અદાણી ગ્રુપના શેરમાં 20-20 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે અદાણી ગ્રૂપની કંપનીઓનું કુલ માર્કેટ કેપ 11 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

ગૌતમ અદાણી અને તેના રોકાણકાર થયાં માલામાલ, એક જ દિવસમાં રૂપિયા 1.92 લાખ કરોડની કમાણી કરી, આજે કેવી રહેશે સ્થિતિ?
| Edited By: | Updated on: Dec 06, 2023 | 8:15 AM

ત્રણ રાજ્યોમાં જંગી માર્જિનથી ભાજપની સરકાર બન્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે પણ અદાણી ગ્રુપના શેરમાં 20-20 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે અદાણી ગ્રૂપની કંપનીઓનું કુલ માર્કેટ કેપ 11 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

મંગળવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13.8 લાખ કરોડે પહોંચ્યું હતું. અદાણી ગ્રૂપે એક જ દિવસમાં તેના એમ-કેપમાં રૂ. 1.92 લાખ કરોડ ઉમેરીને તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સિંગલ-ડે માર્કેટ પ્રદર્શન હાંસલ કર્યું છે. આ સાથે ગૌતમ અદાણી 70.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 16માં સ્થાને પહોંચી ગયા છે.

અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વધારો

મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 17.03 ટકા અથવા રૂ. 430.80 વધીને 2960.10 પર બંધ થયો હતો. અદાણી પોર્ટનો શેર 15.15 ટકા અથવા રૂ. 133.10 વધીને રૂ. 1011.85 પર બંધ થયો હતો. અદાણી પાવરનો શેર 15.91 ટકા અથવા રૂ. 73.90 વધીને રૂ. 538.50 પર બંધ થયો હતો.

અદાણી એનર્જી અને અદાણી ગ્રીનમાં અપર સર્કિટ

અદાણી એનર્જીનો શેર 20 ટકા અપર સર્કિટ અથવા રૂ. 180.40 વધીને 1082.60 પર બંધ રહ્યો હતો. અદાણી ગ્રીનનો શેર 20 ટકા અથવા રૂ. 224.65 વધીને રૂ. 1348 પર બંધ થયો હતો. અદાણી ટોટલનો શેર 19.95 ટકા અથવા રૂ. 146.05 વધીને રૂ. 878.20 પર બંધ થયો હતો. તે જ સમયે, અદાણી વિલ્મરનો શેર 10 ટકા આસપાસ અથવા રૂ. 34.40 વધીને રૂ. 380.70 પર બંધ થયો હતો.

મંગળવારે કારોબાર કેવો રહ્યો ?

મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગમાં સારી તેજી નોંધાઈ હતી અને BSE સેન્સેક્સ 431 પોઈન્ટના વધારા સાથે 69,296ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 168 પોઈન્ટના વધારા સાથે 20855ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. અમેરિકાની રોકાણ સંસ્થા ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશને ગૌતમ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપ્યા બાદ તેમની કંપનીઓના શેરમાં બમ્પર વધારો નોંધાયો છે અને ગૌતમ અદાણી હવે વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

મંગળવારે શેરબજારના તેજીના સમયગાળા દરમિયાન, મલ્ટિબેગર શેર્સમાં સારો ઉછાળો નોંધાયો હતો. મંગળવારે શેરબજારના તેજીના સમયગાળા દરમિયાન Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેર 5.35 ટકાના ઉછાળા સાથે 242 રૂપિયાના સ્તરને પાર કરી ગયા હતા. મંગળવારે પટેલ એન્જિનિયરિંગ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કામધેનુ લિમિટેડ, દેવયાની ઈન્ટરનેશનલ, ટાટા મોટર્સ અને ઓમ ઈન્ફ્રાના શેરમાં વધારો નોંધાયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:13 am, Wed, 6 December 23