GAILની 1046 કરોડ રૂપિયાના શેર BUYBACKની જાહેરાત, જાણો શેર હોલ્ડરોને કેટલો મળશે લાભ ?

|

Jan 16, 2021 | 9:39 AM

દેશની સૌથી મોટી ગેસ વિતરણ કંપની GAIL (Gas Authority of India Limited Limited) એ શુક્રવારે 1046 કરોડ રૂપિયાના બાયબેક(Buyback) ની જાહેરાત કરી છે.

GAILની 1046 કરોડ રૂપિયાના શેર BUYBACKની જાહેરાત, જાણો શેર હોલ્ડરોને કેટલો મળશે લાભ ?
GAIL એ 6,97,56,641 ઇક્વિટી શેર ખરીદવાની જાહેરાત કરી છે.

Follow us on

દેશની સૌથી મોટી ગેસ વિતરણ કંપની GAIL (Gas Authority of India Limited Limited) એ શુક્રવારે 1046 કરોડ રૂપિયાના બાયબેક(Buyback) ની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ શેરધારકોને વધારાની રકમ પરત આપવાનો છે. આ સાથે કંપનીના નિયામક મંડળે 2020-21 માટે વચગાળાના ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી. કંપનીનો સૌથી મોટો શેરહોલ્ડર ભારત સરકાર છે.

જાહેર ક્ષેત્રની કંપનીએ શુક્રવારે 6,97,56,641 ઇક્વિટી શેર ખરીદવાની જાહેરાત કરી છે. કંપનીએ આ ઇક્વિટી શેરોની કંપનીના તમામ પેઇડ અપ ઇક્વિટી કેપિટલમાંથી પેઇડ અપ ઇક્વિટી શેરના 1.55 ટકા મુજબ ફેસ વેલ્યુ કુલ રૂ 1,046.35 કરોડના આધારે ૧૫૦ રૂપિયા નક્કી કરી છે.

આ સિવાય બોર્ડે કંપનીની પેઇડ અપ ઇક્વિટી શેર મૂડી પર નાણાકીય વર્ષ 2020-21 માટે શેર દીઠ 2.50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ તેમજ શેર બાયબેક માટેની રેકોર્ડ તારીખ 28 જાન્યુઆરી, 2021 ના ​​રોજ નક્કી કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સરકારે ઓછામાં ઓછી 8 પીએસયુ કંપનીઓને શેર બાયબેક્સ પર વિચારણા કરવા જણાવ્યું છે. આ માધ્યમથી સરકાર તેની નાણાકીય ખાધ પર લગામ લાવવા માંગે છે. મળતી માહિતી મુજબ સરકારે કોલ ઈન્ડિયા, એનટીપીસી, એનડીએમસી જેવી કંપનીઓને શેર બાયબેક પર વિચારણા કરવા જણાવ્યું છે.

વિવિધ કંપનીઓ તેમના શેર ફરીથી ખરીદી કરવા માટે શેર બાયબેક ઓફર લઈને આવે છે. ઉદ્દેશ એ છે કે ખુલ્લા બજારમાં કંપનીના શેરની સંખ્યા મર્યાદિત કરવી, જેથી શેરોની સપ્લાય ઘટાડીને બાકીના શેરોની કિંમત વધારી શકાય. આ સિવાય શેર બાયબેક કરવાનો હેતુ શેરધારકોને વધારાની રકમ પરત આપવાનો છે.

Next Article