ગઈકાલની વૈશ્વિક બજારોની પછડાટ બાદ આજે અમેરિકા અને એશિયન બજારોમાં સારી તેજી

ગઈકાલની વૈશ્વિક બજારોની પછડાટ બાદ આજે અમેરિકા અને એશિયન બજારોમાં સારી તેજી જોવા મળી હતી. અમેરિકામાં એક તરફ રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેની અસર ક્યાંક ને ક્યાંક કારોબાર પાર દેખાઈ રહી છે તો વૈશ્વિક બજાર સાથે કદમ મિલાવતા એશિયાઈ બજાર પણ આજે વૃદ્ધિ સાથે આગળ વધ્યા હતા. ડાઓ જોંસ મજબૂતીની સાથે 28,308.79 […]

ગઈકાલની વૈશ્વિક બજારોની પછડાટ બાદ આજે અમેરિકા અને એશિયન બજારોમાં સારી તેજી
| Edited By: | Updated on: Oct 21, 2020 | 11:45 AM

ગઈકાલની વૈશ્વિક બજારોની પછડાટ બાદ આજે અમેરિકા અને એશિયન બજારોમાં સારી તેજી જોવા મળી હતી. અમેરિકામાં એક તરફ રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેની અસર ક્યાંક ને ક્યાંક કારોબાર પાર દેખાઈ રહી છે તો વૈશ્વિક બજાર સાથે કદમ મિલાવતા એશિયાઈ બજાર પણ આજે વૃદ્ધિ સાથે આગળ વધ્યા હતા.

ડાઓ જોંસ મજબૂતીની સાથે 28,308.79 ના સ્તર પર બંધ થયું હતું. નાસ્ડેક ૦.33 ટકા આગળ વધી 37.611 અંક વધારાની સાથે 11,516.49 અંક પાર કારોબાર સમાપ્ત કર્યો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 16.2 અંક ઉપર ઉઠી 3,443.12 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈ 109.86 અંક મજબૂતીની નોંધાતા 23,676.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 35.50 અંક સાથે 0.30 ટકાના વધારો મેળવ્યો છે. હાલ 11,943 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.હેંગ સેંગ 0.74 ટકાથી ઉછળીને 24,751.66 ના સ્તર પર જોવા મળ્યો છે. કોરિયાઈ બજાર કોસ્પી 0.33 ટકાવધ્યો છે. જ્યારે યુદ્ધના ભણકારા છતાં તાઇવાનના બજાર તેજીમાં છે . 66.48 અંક મુજબ 0.52 ટકા મજબૂતીની સાથે 12,928.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ત્યારે શંઘાઈ કંપોઝિટ આને તૂટ્યો છે. સૂચકઆંક 3,309.16 ના સ્તર પર નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો