ગઈકાલના કડાકા બાદ આજે શેરબજારની રિકવરી, પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 223 અને નિફટી 68 અંક વધ્યો

ગઈકાલના જબરદસ્ત કડાકા બાદ આજે સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં સુધારાની સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં બંને બજાર લીલા નિશાન ઉપર ખુબ સારી સ્થિતિમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ 40K સ્પર્શ્યો અને નિફટી 12K ની સપાટી તરફ તેજીથી આગળ વધી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. મિશ્ર […]

ગઈકાલના કડાકા બાદ આજે શેરબજારની રિકવરી, પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ 223 અને નિફટી 68 અંક વધ્યો
| Edited By: | Updated on: Oct 16, 2020 | 1:06 PM

ગઈકાલના જબરદસ્ત કડાકા બાદ આજે સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં સુધારાની સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં બંને બજાર લીલા નિશાન ઉપર ખુબ સારી સ્થિતિમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે. સેન્સેક્સ 40K સ્પર્શ્યો અને નિફટી 12K ની સપાટી તરફ તેજીથી આગળ વધી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,125.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,784.10 સુધી ઉછળ્યા હતા. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ રહ્યુ છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદારી રહી છે. બેન્ક નિફ્ટી 1.13 ટકા મજબૂતીની સાથે 23,334.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ગેલ, ગ્રાસિમ અને ઈન્ફોસિસ વધ્યા છે. જ્યારે યૂપીએલ, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને સન ફાર્મા સુધી ઘટ્યા છે. ગઈકાલે સેન્સેક્સમાં ૧ હજાર આંકડા કડાકા બાદ આજે બજાર રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે.

ભારતીય શેરબજારની સ્થિતિ (સવારે ૧૧ વાગે)

સેન્સેક્સ 39,952.28 +223.87 (0.56%)
Open 39,936.61
High 40,125.71
Low 39,699.42

નિફટી 11,748.90 +68.55 (0.59%)
Open 11,727.40
હિંગઃ 11,784.10
Low 11,667.85

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો