G20 Sherpa Meeting : 75 દેશ દેવાના ખપ્પરમાં હોમાઈ જવાનો ભય, US-UK ને પાછળ ધકેલી ભારત બમણી ગતિએ વિકાસ કરશે, જાણો અમિતાભ કાંતના અભિપ્રાય

|

Apr 03, 2023 | 6:52 AM

G-20 વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં તે વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વૈશ્વિક વસ્તીના બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ સામેના પડકારોની યાદી આપતા કાન્તે કહ્યું "તે (પડકારો)માં મંદીનો સમાવેશ થાય છે જે વૃદ્ધિને અસર કરશે."

G20 Sherpa Meeting : 75 દેશ દેવાના ખપ્પરમાં હોમાઈ જવાનો ભય, US-UK ને પાછળ ધકેલી ભારત બમણી ગતિએ વિકાસ કરશે, જાણો અમિતાભ કાંતના અભિપ્રાય

Follow us on

વિકસિત દેશોની ગતિ ધીમી પડશે અને ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ ઝડપથી વિકાસ કરશે. ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે રવિવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે G-20 ના પ્રમુખપદ દરમિયાન ભારત વિવિધ પડકારોનો સામનો કરી રહેલા વિશ્વને પુનઃવ્યાખ્યાયિત અને પુન: આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. છેલ્લા 10 વર્ષના ટ્રેન્ડનો ઉલ્લેખ કરતાં કાંતે કહ્યું કે  “વિકસિત દેશોની ગતિ ધીમી પડશે જ્યારે ઊભરતાં બજારો ઝડપથી વધશે.” એટલા માટે વિકસિત દેશોમાંથી સંસાધનો વિકાસશીલ દેશોમાં આવવા જોઈએ જેથી ઉભરતા બજારોમાં સુધારો થાય.

આ પણ વાંચો : અંબાણી પરિવારમાં ફરી ગુંજશે કિલકારી, આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત પ્રેગ્નેન્ટ, જુઓ Photo

G-20 વૈશ્વિક GDPમાં 85% હિસ્સો ધરાવે છે

G-20 વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં તે વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વૈશ્વિક વસ્તીના બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ સામેના પડકારોની યાદી આપતા કાન્તે કહ્યું “તે (પડકારો)માં મંદીનો સમાવેશ થાય છે જે વૃદ્ધિને અસર કરશે.” 75 દેશો વૈશ્વિક દેવાની જાળમાં ફસાઈ જશે. લાખો લોકો બેરોજગાર થશે. લાખો લોકો ગરીબી રેખા નીચે આવશે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

ભારત વિશ્વને નવો આકાર આપશે

કાંતે કહ્યું, ‘આ બધાના સંબંધમાં G-20 દ્વારા ઝડપી કાર્યવાહીની જરૂર છે. જ્યારે G-20 આગળ વધે છે ત્યારે બહુપક્ષીય સંસ્થાઓ આગળ વધે છે. તેથી, ભારત આ તકનો ઉપયોગ ઘણી રીતે વિશ્વને પુનઃવ્યાખ્યાયિત કરવા અને નવેસરથી આકાર આપવા માટે કરશે. G-20 ના અધ્યક્ષપદ દ્વારા અમે આ જ કરવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો : આ મોટા મુસ્લિમ દેશ પાસે ભારતના 700 કરોડ રૂપિયાના લેણા, કહ્યું- ‘પહેલા પૈસા આપો પછી ચોખા આપીશું’

કર્ણાટકના હમ્પીમાં ત્રીજી બેઠક

ભારતની અધ્યક્ષતામાં અહીં યોજાયેલી G-20 શેરપાઓ એટલેકે આંતરરાષ્ટ્રીય પરિષદોમાં રાજ્યના વડાઓના અંગત પ્રતિનિધિઓની બીજી બેઠકના એક દિવસ પછી કાંતે કહ્યું “કર્ણાટકના હમ્પીમાં થનારી ત્રીજી બેઠક દ્વારા અમે ડ્રાફ્ટ તૈયાર કરીશું ” તેમણે કહ્યું કે G-20 એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, નાણાકીય પ્રગતિ અને વિકાસની જરૂરિયાતો સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article