FUEL FOR INDIA 2020, કોરોનાકાળમાં ડિજિટલ ઇન્ડિયાએ સંકટમાંથી સંભાવનાઓનો માર્ગ ખોલ્યો: મુકેશ અંબાણી

|

Dec 15, 2020 | 2:50 PM

ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આજે FUEL FOR INDIA 2020 ઇવેન્ટ્સમાં એકમંચ ઉપર જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં ડિજિટલ ક્રાંતિની શક્યતાઓ વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે.સંકટમાંથી નવી શક્યતાઓ ઉભરી આવે છે. કોવિડ મહામારીએ દેશમાં ઘણી સંભાવનાઓ ખોલી નાખી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે પીએમ મોદીએ […]

FUEL FOR INDIA 2020, કોરોનાકાળમાં ડિજિટલ ઇન્ડિયાએ સંકટમાંથી સંભાવનાઓનો માર્ગ ખોલ્યો: મુકેશ અંબાણી

Follow us on

ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આજે FUEL FOR INDIA 2020 ઇવેન્ટ્સમાં એકમંચ ઉપર જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં ડિજિટલ ક્રાંતિની શક્યતાઓ વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે.સંકટમાંથી નવી શક્યતાઓ ઉભરી આવે છે. કોવિડ મહામારીએ દેશમાં ઘણી સંભાવનાઓ ખોલી નાખી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે પીએમ મોદીએ સંકટમાંથી સંભાવનાઓ શોધી છે. મહામારી દરમિયાન ભારતમાં 20 કરોડ લોકોને સીધી રોકડ આપવામાં આવી હતી. ગરીબ પરિવારોને બચાવવા પગલા લેવામાં આવ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખોરાકના વિતરણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા . રિલાયન્સે મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

દેશ 2021 ના ​​પહેલા ભાગમાં વેક્સીન માટે તૈયાર છે. ભારતમાં કોવિડ સંકટમાં સૌથી વધુ FDI આવ્યું છે. JIO માં FBનું રોકાણ એ ભારત માટે મોટી FDI છે. FB અને JIO મળીને નાના વ્યવસાયને પ્રોત્સાહન આપશે. નાના ઉદ્યોગો માટે વેલ્યુ ક્રિએશન પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં વર્ક ફ્રોમ હોમ અને લર્ન ફ્રોમ હોમ સફળ રહ્યા છે. દેશનો વિકાસ આગળ પણ ચાલુ રહેશે. ટૂંક સમયમાં દેશની માથાદીઠ આવક 1,800 ડોલરથી વધીને 5,000 ડોલર થઈ જશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા સાથે વિકાસની ઘણી તકો તૈયાર છે. ભારતમાં શાનદાર વ્યવસાયિક સંસ્કૃતિ છે. ભારતમાં વોટ્સએપ બિઝનેસ યુઝર્સ 1 .5 કરોડને પાર કરી ગયા છે. ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનએ ભારતનો મોટો ટ્રેન્ડ છે. કોરોના કાળામાં ટેકનોલોજીનું મહત્વ સાબિત થયું છે. ટેકનોલોજી એ લોકો સાથે જોડાવા માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. લોકોને યોગ્ય માહિતી મોકલવામાં ટેક્નોલજી સૌથી મહત્વપૂર્ણ છે.

 

Next Article