
જો તમે પણ રસોઈનો સ્વાદ વધારવા માટે બજારમાં મળતા પેકેટબંધ મસાલાનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ જાણીતી મસાલા બ્રાન્ડ ‘Everest’ ના કેટલાક ઉત્પાદનોની તપાસ બાદ કડક પગલાં લીધા છે. તપાસમાં એવરેસ્ટની હિંગને ખોટી રીતે લેબલ કરવા સાથે ગુણવત્તા સંબંધિત કેટલીક ગંભીર ક્ષતિઓ સામે આવી છે.
આ ઉપરાંત એવરેસ્ટ કંપનીના એગ કરી મસાલા (Egg Curry Masala), ચિકન મસાલા (Chicken Masala) અને ગરમ મસાલા (Garam Masala) માં પણ ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખાદ્ય નિયામકે સંબંધિત કંપનીને નોટિસ પાઠવીને સત્તાવાર જવાબ માંગ્યો છે.
FSSAI ની તપાસમાં એવરેસ્ટની હિંગમાં ગેરરીતિઓ જોવા મળી હતી, જેમાં હિંગને ખોટી રીતે બ્રાન્ડેડ (Misbranded) અને હલકી ગુણવત્તાવાળી ગણાવવામાં આવી છે. આ સિવાય નીચે મુજબના મસાલાઓમાં પણ નિયમોનું ઉલ્લંઘન જણાયું છે:
આ કથિત નિયમભંગને લઈને ‘લાલજી ગોધુ એન્ડ કંપની’ (Laljee Godhoo & Co) ને પણ અલગથી ચેતવણી આપવામાં આવી છે.
વાસ્તવમાં આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે FSSAI એ પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે એક નવા ‘ફ્રન્ટ-ઓફ-પેક’ (Front-of-Pack) વોર્નિંગ લેબલનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ હેઠળ પેકેટની આગળના ભાગમાં ચમકતા લાલ રંગનું ષટ્કોણ (Hexagon) ચિહ્ન લગાવવાની યોજના છે. આ નિશાનથી ગ્રાહકોને એવા ખાદ્ય ઉત્પાદનો વિશે સરળતાથી ખબર પડી જશે જેમાં ખાંડ (Sugar), મીઠું (Salt) કે સેચ્યુરેટેડ ફેટ (Saturated Fat) નું પ્રમાણ વધારે હોય. એટલે કે ખરીદી કરતી વખતે જ ગ્રાહક પેકેટ જોઈને તેના પોષણ સંબંધિત જોખમો જાણી શકશે.
નવા લેબલિંગ નિયમોને લઈને ખાદ્ય ઉદ્યોગ તરફથી પણ કેટલીક ચિંતાઓ સામે આવી છે. કોકા-કોલા, નેસ્લે અને પેપ્સિકો જેવી મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ પ્રસ્તાવિત વ્યવસ્થાના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકોને માત્ર કાગળ પર નિયમોનું પાલન કરવા પૂરતા સીમિત ન રહેતા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બનવાની અપીલ કરી છે.