
Indian Origin CEO: ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે(World of Statistics) ભારતીય મૂળના 21 ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO)ની યાદી જાહેર કરી છે જેમાં ગૂગલ(Google)થી લઈને યુટ્યુબ(Youtube) સુધીની મોટી કંપનીઓની કમાન ભારતીયોના હાથમાં છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરાયેલી યાદી જોઈને ટેસ્લા(Tesla)ના સીઈઓ ઈલોન મસ્ક(Elon Musk) પણ ચિંતિત છે. આ મોટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીયોને બિરાજમાન જોઈને તેમણે પોકહ્યું કે તે પ્રભાવશાળી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(Tesla CFO) બન્યા છે જે થોડા દિવસો પહેલા જચેરી કિર્કહોર્ન પોતાના પદ પરથી હટી ગયા હતા.
CEO of Alphabet Google
CEO of Microsoft
CEO of YouTube
CEO of Adobe
CEO of World Bank Group
CEO of IBM
CEO of Albertsons
CEO of NetApp
CEO of Palo Alto Networks
CEO of Arista Networks
CEO of Novartis
CEO of Starbucks
CEO of Micron Technology…— World of Statistics (@stats_feed) August 26, 2023
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 21 કંપનીઓને લિસ્ટ કરી છે જેમાં અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે, જ્યારે બાકીની 20 કંપનીઓમાં ભારતીયો સીઈઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટી કંપનીઓમાં ભારતીય મૂળના CEOની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સિદ્ધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચાર કંપનીઓમાં મહિલાઓને સીઈઓ બનાવવામાં આવી છે.
Published On - 10:03 am, Mon, 28 August 23