1 એપ્રિલથી 50 કરોડથી વધુ વ્યવસાય ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત રહેશે

|

Mar 10, 2021 | 9:10 AM

સરકારે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B (કંપનીઓ વચ્ચે) ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઈસ (E-Invoice) ફરજિયાત બનાવ્યું છે.

1 એપ્રિલથી 50 કરોડથી વધુ વ્યવસાય ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત રહેશે
E-Invoice

Follow us on

સરકારે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B (કંપનીઓ વચ્ચે) ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઈસ (E-Invoice) ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC) એ જાહેરનામામા જણાવ્યું છે કે, 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 એપ્રિલથી ઇ-ઇન્વોઇસિંગ ફરજિયાત રહેશે.

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને 1 ઓક્ટોબર 2020 થી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઇસ(E-Invoice) ફરજિયાત બનાવ્યું હતું. બીજી તરફ તે 100 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમો માટે 1 જાન્યુઆરી, 2021 થી લાગુ કરવામાં આવ્યું છે.

ઈ-ઈન્વોઈસ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ કાઢવું પડશે અને તેની માહિતી ઓનલાઇન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP) ને આપવી પડશે. ઈ-ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ સમાન ફોર્મેટના બીલ ઈન્વોઈસ સિસ્ટમના દરેક જગ્યાએ વિશિષ્ટરૂપે બનાવવામાં આવશે. આ બિલ સર્વત્ર સમાનરૂપે બનાવવામાં આવશે અને તેમાં રિયલ ટાઈમ દેખાશે. ઇલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આનો સૌથી મોટો ફાયદો એ થશે કે, બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ કરવા પડશે નહીં. દર મહિને જીએસટી રીટર્ન ભરવા માટે એક અલગ ઈન્વોઈસ એન્ટ્રી થાય છે. વાર્ષિક રિટર્ન ભરવા માટે એક અલગ એન્ટ્રી હોય છે અને ઇ-વે બિલ બનાવવા માટે એક અલગ એન્ટ્રી કરવી પડે છે. અલગથી વધુ ફાઇલિંગ કરવું પડશે નહીં.

Next Article