RPG ગ્રુપના ચેરમેન હર્ષવર્ધન ગોએન્કા (Harsh Vardhan Goenka)એ ટ્વિટર પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે જેમાં ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની Paytm ની ઓફિસમાં ઉજવણીનો માહોલ જોવા મળે છે. વીડિયોમાં Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma) ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 16,000 કરોડ રૂપિયાથી વધુના પેટીએમ આઈપીઓ (Paytm IPO) ને મંજૂરી આપ્યા બાદ કંપનીની ઓફિસમાં ઉજવણીનું વાતાવરણ હતું જે અત્યાર સુધી દેશની સૌથી મોટી પબ્લિક ઓફર માનવામાં આવે છે.
અપની તો જૈસે તૈસે સોન્ગ પર ડાન્સ કર્યો
વીડિયોમાં વિજય શેખર શર્મા બોલીવુડ ગીત ‘અપની તો જૈસે તૈસે’ પર સ્ટાફ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સેબીની મંજૂરી બાદ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ(One97 Communications) માટે 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ માટેનો માર્ગ સરળ થઈ ગયો છે. IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે જ્યારે બાકીના રૂ 8,300 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS)માં કરવામાં આવશે. કંપની નવેમ્બર 2021ના મધ્ય સુધીમાં લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. કંપનીએ જુલાઈ 2021માં IPO માટે અરજી કરી હતી.
Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs 😀😀@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39
— Harsh Goenka (@hvgoenka) October 24, 2021
શેરની ફેસ વેલ્યુ કેટલી રહશે?
પેટીએમના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયાની રહેશે. કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા Paytm IPO માં પોતાનો કેટલોક હિસ્સો વેચશે. વર્તમાન Paytm રોકાણકારો SoftBank, Alibaba, Ant Financial Group અને SAIF પણ તેમનો હિસ્સો ઘટાડશે. રતન ટાટાનું ખાનગી રોકાણ ફંડ તેમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી શકે છે.
ભારતનો સૌથી મોટો IPO
Paytmનો IPO ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયાના નામે હતો. કોલ ઈન્ડિયાએ લગભગ એક દાયકા પહેલા આઈપીઓમાંથી રૂ. 15,000 કરોડ એકત્ર કર્યા હતા. One97 વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીએ સૌપ્રથમ વેલ્યુ એડેડ સર્વિસ પ્રોવાઇડર તરીકે શરૂઆત કરી હતી. બાદમાં તે ઓનલાઈન મોબાઈલ પેમેન્ટ ફર્મ તરીકે વિકસિત થઈ.
આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાએ 2 સ્ટોકમાં રોકાણ કર્યું! 1 વર્ષમાં 216% રિટર્ન આપનાર શેર ખરીદ્યો, શું તે તમારા પોર્ટફોલિયોમાં છે?
આ પણ વાંચો : Reliance Jioના ગ્રાહકોમાં ઘટાડો : કંપનીએ ત્રિમાસિક ગાળામાં 1 કરોડથી વધુ ગ્રાહકો ગુમાવ્યા, જાણો શું છે કારણ?
Published On - 9:09 am, Mon, 25 October 21