Forex Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડાર બાબતે આવ્યા ચિંતાના સમાચાર, ભારત પાસે 10 મહિના કરતાં ઓછા સમય ચાલે તેટલો જ આયાતનો ભંડાર

મે માટે રિઝર્વ બેંકના બુલેટિનમાં આપવામાં આવેલ સ્ટેટ ઓફ ધ ઈકોનોમી રિપોર્ટ જણાવે છે કે 6 મેના રોજનું 596 બિલિયન ડોલરનું અનામત સ્તર વર્તમાન નાણાકીય વર્ષ માટે અંદાજિત 10-મહિનાના આયાત બિલની સમકક્ષ છે.

Forex Reserves : દેશના  વિદેશી મુદ્રા ભંડાર બાબતે આવ્યા ચિંતાના સમાચાર, ભારત પાસે 10 મહિના કરતાં ઓછા સમય ચાલે તેટલો જ આયાતનો ભંડાર
રૂપિયો સતત નબળો પડી રહ્યો છે
| Edited By: | Updated on: May 21, 2022 | 7:56 AM

રશિયા-યુક્રેન સંકટ(Russia-Ukraine crisis)ને કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign exchange reserves)માં આજે સતત નવમા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.676 બિલિયન ડોલર ઘટીને 593.279 બિલિયન ડોલર થઈ ગયું છે. આ કારણે વિદેશી મુદ્રા ભંડાર અગાઉના સપ્તાહમાં 1.774 બિલિયન ડોલર ઘટીને 595.954 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. રિઝર્વ બેંકના મતે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા સંપત્તિના મૂલ્યમાં થયેલો ઘટાડો છે. રિઝર્વના ચારેય સેગમેન્ટ એફસીએ, ગોલ્ડ રિઝર્વ, એસડીઆર અને આઈએમએફમાં રિઝર્વ પોઝિશન્સ સાથે તમામમાં ઘટાડો જોવા મળ્યો છે.

રિઝર્વમાં કેટલો  ઘટાડો થયો ?

સપ્તાહ દરમિયાન વિદેશી ચલણ અસ્કયામતો 1.3 બિલિયન  ડોલર ઘટીને 529.554 બિલિયન ડોલર થઈ હતી. એફસીએ ડોલરમાં અંકિત થાય છે અને યુરો, પાઉન્ડ અને યેન જેવી કરન્સીમાં  હિલચાલને પણ  ધ્યાનમાં લેવામાં આવે છે. આ દરમિયાન ગોલ્ડ રિઝર્વમાં 1.169 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે 40.57 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયો છે. તે જ સમયે IMF સાથેનો SDR પણ 165 મિલિયન ડોલર ઘટીને 18.204 બિલિયન ડોલર ના સ્તરે આવી ગયો છે. ઉપરાંત IMF પાસે દેશની અનામત સ્થિતિ 39 મિલિયન ડોલર ઘટીને 4.951 બિલિયન ડોલર થઈ છે.

10 મહિનાથી ઓછા સમય પૂરતો આયાતનો ભંડાર

મે માટે રિઝર્વ બેંકના બુલેટિનમાં આપવામાં આવેલ સ્ટેટ ઓફ ધ ઈકોનોમી રિપોર્ટ જણાવે છે કે 6 મેના રોજનું 596 બિલિયન ડોલરનું અનામત સ્તર વર્તમાન નાણાકીય વર્ષ માટે અંદાજિત 10-મહિનાના આયાત બિલની સમકક્ષ છે. એટલે કે ઘટાડા સાથે સ્ટોક હવે ઓછા સમય માટે પૂરતો હશે. છેલ્લા 6 મહિના દરમિયાન અનામતમાં 30 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ડોલર સામે રૂપિયાની નબળાઈ છે. અને વિશ્વભરની કરન્સી સામે ડોલરની મજબૂતી છે . વાસ્તવમાં રૂપિયાને બચાવવા માટે રિઝર્વ બેંકે દરમિયાનગીરી કરવી પડે છે જેની અસર રિઝર્વ પર પડે છે. તે જ સમયે વિશ્વભરમાં કોમોડિટીના ભાવમાં વધારાને કારણે આયાત બિલમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.  એક વર્ષ પહેલા જે અનામત ભંડાર એક વર્ષ કરતાં વધુ સમય માટે આયાત માટે પૂરતું હતું. હવે તે બિલ વધવાથી તે 10 મહિનાથી ઓછા સમય માટે પૂરતું છે.

Published On - 7:50 am, Sat, 21 May 22