ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો નોંધાયો, સોનાના ભંડારમાં થયો વધારો

|

Dec 18, 2021 | 12:02 AM

સપ્ટેમ્બર 2021માં, દેશનું વિદેશી હૂંડિયામણ અનામત 642.453 અરબ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું, જ્યારે જૂન 2020માં પહેલીવાર રિઝર્વ 500 અરબ ડોલરને વટાવી ગયું હતું.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો નોંધાયો, સોનાના ભંડારમાં થયો વધારો
Forex reserves fall for the third consecutive week.

Follow us on

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં (foreign exchange reserves) સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી ચલણની અસ્કયામતોમાં ઘટાડો થવાને કારણે અનામતમાં ઘટાડો નોંધાયો હતો, જોકે ગયા સપ્તાહના ઘટાડા બાદ આ સપ્તાહે સોનાના ભંડારમાં વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક (Reserve Bank Of India) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 10 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 7.7 કરોડ ડોલર ઘટીને 635.828 અરબ ડોલરના સ્તર પર આવી ગયું છે. અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.783 અરબ ડોલર ઘટીને 635.905 અરબ ડોલરના સ્તરે પહોંચી ગયું હતું.

સપ્તાહ દરમિયાન સૌથી મોટો ઘટાડો ફોરેન કરન્સી એસેટ્સમાં નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન સંપત્તિમાં 32.1 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારના મૂલ્યમાં 29.1 કરોડ ડોલરનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન, SDRમાં  3.7 કરોડ ડોલર અને IMFમાં અનામત સ્થિતિમાં  1 કરોડ ડોલરનો ઘટાડો થયો છે.

છેલ્લા એક વર્ષમાં વિદેશી મુદ્રા ભંડારમાં 57 અરબ ડોલરનો વધારો થયો છે

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

છેલ્લા એક વર્ષમાં, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 57 અરબ ડોલરનો વધારો થયો છે, જ્યારે FCA અનામતમાં 36 અરબ ડોલરનો વધારો થયો છે અને સોનાના ભંડારમાં 2.69 અરબ ડોલરનો વધારો થયો છે. આ સાથે, SDR અને IMF પાસે રાખવામાં આવેલા ભંડારમાં પણ જોરદાર વધારો થયો છે. હાલમાં ભારતીય ચલણમાં કુલ અનામત મૂલ્ય 48 લાખ કરોડ રૂપિયા છે. જેમાંથી એફસીએનો હિસ્સો 43 લાખ કરોડ રૂપિયા જેટલો છે અને ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 2.93 લાખ કરોડ રૂપિયા બરાબર છે.

કોવિડ દરમિયાન સ્ટોકમાં ઝડપથી વધારો થયો

દેશની વિદેશી અનામતના તાજેતરના આંકડામાં ઘટાડો થયો હોવા છતાં, અનામત હજુ પણ તેના ઉચ્ચ સ્તરે જ છે. કોવિડના સમયથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 642.453 અરબ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું.

હાલમાં સ્ટોક આ સ્તરની નજીક છે. દેશની વર્તમાન અનામત દોઢ વર્ષથી વધુ સમયની આયાત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. વિશ્વભરની ઘણી મોટી બ્રોકિંગ એજન્સીઓએ કોવિડના દબાણ વચ્ચે ભારતના ઉચ્ચ મુદ્રા ભંડારને મોટી સુરક્ષા ગણાવી છે.

અર્થવ્યવસ્થામાં દબાણ વચ્ચે ફોરેક્સ રિઝર્વ પણ ભારતના રેટિંગને અસર ન થવાનું મહત્ત્વનું કારણ હતું. 2004માં, ભારતની વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 100 અરબ ડોલરનો આંકડો પાર કરી ગયું હતું. તે જ સમયે, જૂન 2020 ના પ્રથમ સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર  500 અરબ ડોલરના સ્તરને પાર કરી ગયું. જૂન પછીથી વિદેશી મુદ્રા ભંડાર સતત 500 અરબ ડોલરના સ્તરથી ઉપર બની રહ્યું છે.

આ પણ વાંચો :  કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારના વિવાદીત નિવેદનની ચારેકોર થઈ રહી છે ટીકા, મહિલા આયોગે પણ કાઢી ઝાટકણી

Published On - 11:59 pm, Fri, 17 December 21

Next Article