Flying Car : રસ્તાઓ પર ટ્રાફિક જામ સતત વધી રહ્યો છે. મોટા શહેરોમાં ઘરેથી કાર લઈને જતા લોકોને જામમાં ફસાઈ ચિંતા સતાવે છે. લોકોના જામમાં અટવાઈ જવાથી ઇંધણ અને સમય વેડફાય છે. જોકે હવે આ સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે એક કંપનીએ ફ્લાઈંગ કાર બજારમાં ઉતારી છે. આ કારનું બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે તમારે આ કારમાં કોઈપણ પ્રકારનું ઈંધણ નાખવાની પણ જરૂર નથી. આ એક ઇલેક્ટ્રિક કાર છે. ફ્લાઈંગ કારની કિંમત હેલિકોપ્ટર કે પ્રાઇવેટ જેટ જેવી કરોડોમાં નથી. આ કારની ખાસિયત એ છે કે તમારે ફક્ત તેને ચાર્જ કરવાની છે અને તે હવામાં ઉડવા માટે તૈયાર થઈ જશે. આ કારને ઘરે લાવવા માટે તમારે ખુબ વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તમે તેને લગભગ 7 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ સાથે ઘરે પણ લાવી શકો છો.
【🇸🇪乗用ドローン「Jetson ONE」】
スウェーデンJetson(@jetson_aero)社のパーソナル航空機(エアモビリティ)「Jetson ONE」(eVTOL)。残念ながら日本からの購入者はまだ1人しかいない模様。#空飛ぶクルマ
《The Jetson One Is Part Flying Sports Car And Part Drone》 pic.twitter.com/nhjCkw7gMb— Iwahori Toshiki (@iw_toshiki) June 30, 2022
આ ફ્લાઈંગ કારને સ્વીડનની કંપનીએ લોન્ચ કરી છે. આ કારને જેટસન વન નામ આપવામાં આવ્યું છે. આ કાર માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કાર ઉડાડવી ખૂબ જ સરળ છે. આ કારના આવવાથી હવે હવામાં પણ ટ્રાફિક જોવા મળશે. લોકોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. આ સાથે ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. અત્યાર સુધી વ્યક્તિગત એરો કંપનીઓ દ્વારા માત્ર પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યા છે. જો કે, તેઓ વેચાણ કરવામાં નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં જેટસન એરોએ ફ્લાઈંગ કારનું બુકિંગ શરૂ કરીને મોટું પગલું ભર્યું છે.
બુકિંગ શરૂ થતાં જ કંપનીને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે કંપની 200 ફ્લાઈંગ કારની ડિલિવરી કરશે, જેના માટે બુકિંગ થઈ ચૂક્યું છે. હાલમાં 2023 માં ડિલિવરી માટે ઓર્ડર લઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 270 જેટસન વન બુકિંગ થઈ ચૂક્યા છે. કંપનીએ ડ્રોન જેવી કારની કિંમત 1 લાખ ડોલર કરતા ઓછી નક્કી કરી છે. તે લગભગ 80 લાખ રૂપિયા આસપાસ ગણી શકાય છે. જોકે આ કાર માત્ર આઠ હજાર ડોલર ડાઉન પેમેન્ટ ચૂકવીને લઈ શકાય છે. સાડા છ લાખની આસપાસ છે. તે ડ્રોન જેવું લાગે છે અને ઉડવામાં ખૂબ જ સરળ છે. કંપનીનો દાવો છે કે કોઈ પણ તેને થોડી જ મિનિટોમાં શીખી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:27 am, Wed, 3 May 23