નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારવાના સંકેત છે પરંતુ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ શૂન્ય અથવા નકારાત્મક હોઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રમાં નકારાત્મકતા રહી હતી પરંતુ તહેવારની સિઝન દરમિયાન માંગમાં વધારો થયો છે. અનલોક દરમ્યાન એકતરફ સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે ત્યારે […]
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારવાના સંકેત છે પરંતુ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ શૂન્ય અથવા નકારાત્મક હોઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રમાં નકારાત્મકતા રહી હતી પરંતુ તહેવારની સિઝન દરમિયાન માંગમાં વધારો થયો છે. અનલોક દરમ્યાન એકતરફ સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે ત્યારે કન્ઝ્યુમર ડિમાન્ડ પણ વધવાની આશા સેવાઈ રહી છે. હાલમાં મોટાભાગના વેપાર રોજગાર શરુ થઇ ચુક્યા છે ત્યારે અર્થતંત્ર ફરી ધબકતું થાય તેમ લાગી રહ્યું છે.
india energy forum ceraweek માં નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું ધ્યાન માળખાગત સુવિધા, ફિનટેક અને વધુ નોકરીઓ ઉપલબ્ધ કરવા સાથે સંપત્તિ નિર્માણ ઉદ્યોગો પર રહેશે. સીતારામણે વધુમાં કહ્યું કે ડેટા બતાવી રહ્યા છે કે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. Purchasing Managers’ Index – PMI રેટિંગ 2012 પછી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે.સરકાર અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા પ્રયાસ કરી રહી છે જેમાં મહદંશે સફળતા પણ મળી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે
સરકાર અનુસાર સંકેત છે કે અર્થતંત્ર પાટા પર છે. જો પુનરુત્થાન ત્રીજા ક્વાર્ટરથી ચોથા ક્વાર્ટર સુધી ચાલુ રહે તો એવી અપેક્ષા છે કે આ વખતે જીડીપી નકારાત્મક હોવાને બદલે શૂન્ય રહેશે.નાણાં મંત્રીને આશા છે કે જીડીપી ગ્રોથ આવતા વર્ષે સારો રહેશે. એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો