અદાણી ગૃપની સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મહત્વનું નિવેદન, તેનાથી અદાણીની કંપનીઓના શેરમાં તેજી આવશે ?

|

Feb 03, 2023 | 4:47 PM

SBI એ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનું તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ પેદા કરતી અસ્કયામતો દ્વારા આવરી લેવામાં આવ્યું છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બીજી બેંક, બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, મુશ્કેલીગ્રસ્ત જૂથમાં તેનું કુલ રોકાણ રૂ. 7,000 કરોડ છે, જે સંપૂર્ણપણે સલામત છે.

અદાણી ગૃપની સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મહત્વનું નિવેદન, તેનાથી  અદાણીની કંપનીઓના શેરમાં તેજી આવશે ?
Nirmala Sitharaman

Follow us on

અમેરિકા સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ અને ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપ વચ્ચે ચાલી રહેલા વિવાદથી ભારતીય બેંકિંગ સિસ્ટમ અને ધિરાણકર્તાઓ પરના જોખમો વિશે વાત કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે બધું બરાબર છે.

મૂલ્યાંકન ઘટવા છતાં પણ નફાકારક સ્થિતિ

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં દેશના નાણામંત્રીએ કહ્યું કે SBI અને LIC એ સ્પષ્ટ કર્યું છે કે બંને ઓવર એક્સપોઝ નથી. એફએમ સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમનું એક્સપોઝર (અદાણી જૂથના શેર્સમાં) મર્યાદિત છે અને મૂલ્યાંકન ઘટવા છતાં પણ તેઓ નફાકારક છે.

કુલ રોકાણ રૂ. 7,000 કરોડ, જે સંપૂર્ણપણે સલામત: SBI

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય બેંકિંગ સિસ્ટમ 2 બેલેન્સ શીટની સમસ્યામાંથી પસાર થઈ છે અને આજે NPA ના નીચા સ્તર, વસૂલાત અને રિકવરી સાથે સારા સ્તરે છે. રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસરૂપે, દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBI એ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનું તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ પેદા કરતી અસ્કયામતો દ્વારા આવરી લેવામાં આવ્યું છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બીજી બેંક, બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, મુશ્કેલીગ્રસ્ત જૂથમાં તેનું કુલ રોકાણ રૂ. 7,000 કરોડ છે, જે સંપૂર્ણપણે સલામત છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી વધુ માર્કેટ કેપ ગુમાવી

LIC એ અદાણી ગ્રૂપના ડેટ અને ઇક્વિટીમાં રૂ. 36,474.78 કરોડનું રોકાણ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રકમ તેના કુલ રોકાણના 1 ટકા કરતાં પણ ઓછી છે. હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે, અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી વધુ માર્કેટ કેપ ગુમાવી છે, જે ઘટીને $100 બિલિયનથી પણ ઓછી થઈ ગઈ છે.

3 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

હિંડનબર્ગના અહેવાલથી માત્ર ગૌતમ અદાણીની નેટવર્થ અને તેમની કંપનીઓને જ નહીં, પરંતુ શેરબજારના રોકાણકારોને પણ નુકસાન થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો 30 જાન્યુઆરીના રોજથી છેલ્લા 3 ટ્રેડિંગ દિવસોમાં શેરબજારની માર્કેટ કેપ એટલે કે રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. બીજી તરફ ગૌતમ અદાણીની કંપનીઓના 1.75 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

Next Article