GSTના દાયરામાં આવી શકે છે એવિએશન ફ્યુઅલ, GST કાઉન્સિલની આગામી બેઠકમાં થશે ચર્ચા- નાણામંત્રી

|

Feb 06, 2022 | 11:43 PM

નાણા પ્રધાન સ્પાઈસજેટના સ્થાપક અજય સિંહના મંતવ્યો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં સિંહે એટીએફને જીએસટીના દાયરામાં લાવવા માટે કેન્દ્રીય નાણા પ્રધાનના સમર્થનની માગ કરી હતી.

GSTના દાયરામાં આવી શકે છે એવિએશન ફ્યુઅલ, GST કાઉન્સિલની આગામી બેઠકમાં થશે ચર્ચા- નાણામંત્રી
Finance Minister Nirmala Sitharaman (File Image)

Follow us on

નાણા પ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની આગામી બેઠકમાં કેન્દ્ર એવિએશન ફ્યુઅલ (ATF)ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાના મુદ્દા પર ચર્ચા કરશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઈંધણની વધતી કિંમતો ચિંતાનો વિષય છે. જ્યારે 1 જુલાઈ, 2017 ના રોજ GST સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્ર અને રાજ્યો તરફથી પાંચ કોમોડિટીઝ – ક્રૂડ તેલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ATF તેના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવી હતી. સીતારમણે રવિવારે એસોચેમ સાથે પોસ્ટ-બજેટ ચર્ચામાં જણાવ્યું હતું કે GSTમાં ATFનો સમાવેશ કરવા અંગેનો અંતિમ નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.

તેમણે કહ્યું કે, તે માત્ર કેન્દ્રના હાથમાં નથી, તેને GST કાઉન્સિલને મોકલવામાં આવશે. કાઉન્સિલની આગામી બેઠકના વિષયોમાં તેનો સમાવેશ કરવામાં આવશે જેથી તેની ચર્ચા થઈ શકે. નાણા પ્રધાન સ્પાઈસજેટના સ્થાપક અજય સિંહના મંતવ્યો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં સિંહે એટીએફને જીએસટીના દાયરામાં લાવવા માટે કેન્દ્રીય નાણા પ્રધાનના સમર્થનની માગ કરી હતી.

ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 90 ડોલર પર પહોંચી ગયું

સિંહે કહ્યું હતું કે, તેલ 90 ડોલર પર પહોંચી ગયું છે, ડોલર સામે રૂપિયો 75ના સ્તરે છે, તેથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને ઘણી અસર થઈ છે. (ATFને GST હેઠળ લાવવા માટે) તમારો સહયોગ ખૂબ મદદરૂપ થશે. હાલમાં, કેન્દ્ર સરકાર એટીએફ પર એક્સાઇઝ ટેક્સ વસૂલે છે જ્યારે રાજ્ય સરકારો તેના પર વેટ વસૂલે છે. તેલની વધતી કિંમતોને કારણે આ ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એરલાઇન કંપનીઓ માટે મોટી ચિંતાનો વિષય

નાણામંત્રીએ કહ્યું કે, અલબત્ત માત્ર એરલાઈન માટે જ નહીં પરંતુ વૈશ્વિક ઈંધણની વધતી કિંમતો આપણા બધા માટે ચિંતાનો વિષય છે, હા એરલાઈન માટે આ ચિંતા વધુ મોટી છે કારણ કે તેઓ મહામારી પછી પણ સંપૂર્ણપણે રીકવર થઈ નથી. સીતારમણે કહ્યું કે તે એરલાઇન સેક્ટર માટે શું કરી શકાય તે અંગે બેંકો સાથે વાત કરશે.

એક મહિનામાં ત્રીજી વખત ભાવમાં વધારો થયો

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓએ એટીએફની કિંમતોમાં 8.5 ટકાનો વધારો કર્યો હતો. એક મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં આ ત્રીજો વધારો છે.

દિલ્હીમાં, એટીએફની કિંમત  6,743.25 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 8.5 ટકા વધીને 86,038.16 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ. એટીએફ દ્વારા આ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. આ દર ઓગસ્ટ 2008માં પહોંચેલા 71,028.26 રૂપિયા પ્રતિ કિલોલીટર કરતા ઊંચો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 147 ડોલરને સ્પર્શ્યા હતા.

 

આ પણ વાંચો :  જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

Next Article