Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો તમને કોઈ છેતર્યા તો નથી ને!!!

|

Feb 03, 2022 | 8:32 AM

કેટલીકવાર તમને ઉતાવળમાં અથવા કોઈ અન્ય કારણોસર નકલી નોટ મળી જાય તો તેને ઓળખવું થોડું મુશ્કેલ બની જાય છે.

Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો તમને કોઈ છેતર્યા તો નથી ને!!!
500 રૂપિયાની ચલણી નોટ

Follow us on

આજની મોંઘવારીમાં જીવન જરૂરિયાતની મોટાભાગની ચીજોની ખરીદી માટે મોટી ચલણી નોટની જરીર પડે છે. મોટી રકમોના પેમેન્ટ પણ 500 (500 rupee Note) અને 2000 (2000 rupee Note) રૂપિયાની નોટથી કરવામાં આવતા હોય છે. ભેજાબાજો નકલી નોટો(Fake Currency Note) બજારમાં ફરી કરી દે છે. કેટલીકવાર તમને ઉતાવળમાં અથવા કોઈ અન્ય કારણોસર નકલી નોટ મળી જાય તો તેને ઓળખવું થોડું મુશ્કેલ બની જાય છે. જો તમે પણ મુંઝવણમાં છો કે તમારા ખિસ્સામાં પડેલી 500 રૂપિયાની નોટ નકલી છે કે અસલી તો ચિંતા કરવાની જરૂર નથી.

આજે અમે તમને એવી 15 રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકશો કે તમારી નોટ નકલી છે કે અસલી!!! તમારા હાથમાં રહેલી રૂ.500ની નોટ અસલી છે કે નહીં તે આ રીતે ઓળખો.

આગળની તરફ નોટ આ રીતે તપાસો

  • જ્યારે નોટ લાઇટની સામે મૂકવામાં આવશે ત્યારે અહીં 500 નું લખાણ નજરે પડશે
  • જો આંખની સામે 45 ડિગ્રીના ખૂણા પર મૂકવામાં આવે તો અહીં 500 નું લખાણ જોવા મળશે
  • 500 દેવનગરીમાં લખવામાં આવ્યું છે
  • મહાત્મા ગાંધીના ચિત્રની જગ્યા અને સ્થિતિ જૂની ચલણી નોટથી થોડી અલગ છે.
  • જ્યારે નોટને થોડી ફોલ્ડ કરવામાં આવે ત્યારે સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે.
  • ગેરંટી ક્લોઝ, ગવર્નરની સહી, પ્રોમિસ ક્લોઝ અને RBI નો લોગો જૂની નોટની સરખામણીમાં જમણી બાજુ છે.
  • મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક છે.
  • સૌથી ઉપર ડાબી બાજુએ અને સૌથી નીચે સૌથી જમણી બાજુએ લખેલા નંબરો ડાબેથી જમણી તરફ મોટા થાય છે.
  • લખેલ નંબર 500 રંગ બદલે છે, તેનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
  • જમણી બાજુએ અશોક સ્તંભ અને 500 લખેલું સર્કલ બોક્સ.
  • જમણી અને ડાબી બાજુએ 5 બ્લીડ લાઇન છે જે રફ છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

પાછળની તરફ નોટ આ રીતે તપાસો

  • નોટનું પ્રિન્ટિંગ વર્ષ લખેલું છે.
  • સ્લોગન સાથે સ્વચ્છ ભારત લોગો છે.
  • કેન્દ્ર તરફ લેન્ગવેજ પેનલ છે.
  • ભારતીય ધ્વજ સાથે લાલ કિલ્લાનું ચિત્ર છે.
  • દેવનાગરીમાં 500 લખેલ છે.

અંધ લોકો માટે

મહાત્મા ગાંધીનું ચિત્ર, અશોક સ્તંભનું પ્રતીક, બ્લીડ લાઇન અને ઓળખ ચિહ્ન રફ છે.

 

આ પણ વાંચો : ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે, ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ

આ પણ વાંચો : Budget 2022 : કેન્દ્રીય બજેટમાં બાળકો માટે એક દાયકામાં સૌથી ઓછી ફાળવણી, એક રીપોર્ટમાં ખુલાસો

Next Article