મોટી કિંમતની નોટોને (Currency Note) લઈને સામાન્ય રીતે લોકોને એ ચિંતા રહે છે કે તે અસલી છે કે નહી. આ અંગે વોટ્સએપ પર મેસેજ પણ આવી રહ્યા છે કે આવી નોટ નકલી છે અને તેનાથી બચો. આજકાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસ્વીર પાસે હોય છે. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ પર મળ્યો હોય અથવા તમે તેના વિશે કોઈ બીજા પાસેથી સાંભળ્યું હોય, તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક અને ખોટો છે. આના પર બિલકુલ પણ વિશ્વાસ કરશો નહી. PIB ફેક્ટ ચેકે માહિતી આપી છે કે આ મેસેજ નકલી છે.
PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે એક સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ₹500ની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસવીરની નજીક હોય છે. તેણે કહ્યું કે આ દાવો ખોટો છે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ અનુસાર બંને પ્રકારની નોટો માન્ય છે.
https://twitter.com/PIBFactCheck/status/1497110449816748033
તેથી, જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તેના પર બિલકુલ વિશ્વાસ કરશો નહીં અને આ સાથે, આ મેસેજ અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરવાનું ટાળો. અન્ય લોકોને પણ તે નકલી હોવા વિશે જણાવો. આમ કરવાથી તમે આ નકલી માહિતીને ફેલાતા રોકી શકો છો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ અનુસાર, 500 રૂપિયાની અસલ નોટને કેટલીક બાબતોથી ઓળખી શકાય છે. સેન્ટ્રલ બેંક અનુસાર, 500 રૂપિયાની નોટની સીધી તરફ 500 નંબર દેવનાગરીમાં લખાયેલો છે. આ સિવાય મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર પણ છે. આમાં ઈન્ડિયા અને ભારત માઈક્રો લેટરમાં પણ લખવામાં આવ્યું છે. તેમાં ભારત અને ઈન્ડિયાની નજીક રંગ બદલતો સુરક્ષા થ્રેડ પણ છે.
નોટને વાળવા પર, આ સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જશે, જેનાથી તમને ખબર પડશે કે નોટ અસલી છે. આ સિવાય નોટની આગળની બાજુએ ગેરંટી કલોઝ અને સહી પ્રોમિસ ક્લોઝ સાથે હાજર હોય છે. મહાત્મા ગાંધીની તસવીરની જમણી બાજુ RBIનું પ્રતીક પણ દેખાશે.
આ સાથે, નોટની પાછળની બાજુએ તે જે વર્ષમાં છપાઈ છે તે આપવામાં આવ્યું છે. પાછળની બાજુએ, સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ હાજર છે. ભાષા પેનલ પણ અહીં દેખાશે. આ સાથે લાલ કિલ્લાનું મોટિફ પણ હાજર છે. અહીં પણ દેવનાગરીમાં 500 અંક લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : MONEY9: ઘર આપવામાં વિલંબ કરતા બિલ્ડરથી પરેશાન ઘર ખરીદદારો માટે સુપ્રીમ કોર્ટનો RERAનો કોરડો