Gujarati NewsBusinessEquity Mutual Fund investment saw 44 percent jump in march SIP record high at 12328 crores
શેરબજારમાં ચમક પાછી આવી તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો, SIP એ બનાવ્યો નવો રેકોર્ડ
માર્ચ મહિનામાં SIP દ્વારા રેકોર્ડ રોકાણ આવ્યું હતું. માર્ચમાં SIP દ્વારા 12328 કરોડનું રોકાણ આવ્યું હતું, જે ફેબ્રુઆરી મહિનામાં 11 હજાર કરોડ હતું. આ પહેલીવાર છે જ્યારે SIP દ્વારા રોકાણનો આંકડો 12 હજાર કરોડને પાર થયો છે.
There was a 44 percent jump in equity fund investment in March
Follow us on
શેરબજારમાં ચમક પાછી આવી છે. આ તેજી વચ્ચે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારમાં રેકોર્ડ (Mutual Fund Investment) રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન AMFI ડેટા અનુસાર, માર્ચમાં ઇક્વિટી ફંડ્સમાં (Equity fund) રેકોર્ડ રોકાણ કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 28463 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેમાં માસિક ધોરણે 44 ટકાનો વધારો નોંધાયો છે. આ સતત 13મો મહિનો છે જ્યારે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ આવ્યું છે. બજારમાં અસ્થિરતા વચ્ચે વિદેશી રોકાણકારો બજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ ચાલુ રહે છે.
માર્ચ મહિનામાં શેરબજારમાં 5.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં બજારમાં 4.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમ્ફીના ડેટા મુજબ માર્ચમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 28463 કરોડ, ફેબ્રુઆરીમાં 19705 કરોડ, જાન્યુઆરીમાં 14888 કરોડ અને ડિસેમ્બરમાં 25077 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું.
ઇક્વિટી ફંડની વિવિધ શ્રેણીઓ વિશે વાત કરીએ તો, મલ્ટિકેપ ફંડમાં 9694 કરોડનું રોકાણ આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં મલ્ટિકેપ ફંડમાં માત્ર 585 કરોડનું જ રોકાણ આવ્યું હતું.માર્ચમાં, લાર્જ કેપ ફંડમાં 3052 કરોડનું રોકાણ આવ્યું હતું, જ્યારે મિડકેપ ફંડમાં 2193 કરોડનું રોકાણ આવ્યું હતું.
SIP દ્વારા આવ્યું રેકોર્ડ રોકાણ
માર્ચ મહિનામાં SIP દ્વારા રેકોર્ડ રોકાણ આવ્યું હતું.માર્ચમાં SIP દ્વારા 12328 કરોડનું રોકાણ આવ્યું હતું, જે ફેબ્રુઆરી મહિનામાં 11 હજાર કરોડ હતું. આ પહેલીવાર છે જ્યારે SIP દ્વારા રોકાણનો આંકડો 12 હજાર કરોડને પાર થયો છે. એમ્ફીના ડેટા અનુસાર, માર્ચ 2021થી ઇક્વિટી ફંડમાં ઇનફ્લો જોવા મળી રહ્યો છે. જુલાઈ 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે સતત આઠ મહિના સુધી ઈક્વિટી ફંડમાંથી ઉપાડ કરવામાં આવ્યો હતો.
ડેટ ફંડમાંથી ઉપાડ ચાલુ
ગયા મહિને ડેટ ફંડમાંથી મોટાપાયે ઉપાડ થયો હતો.માર્ચ મહિનામાં ડેટ ફંડમાંથી 1.15 લાખ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.ફેબ્રુઆરી મહિનામાં ડેટ ફંડમાં 8274 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. એકંદર કામગીરીની વાત કરીએ તો માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી 69883 કરોડનો આઉટફ્લો થયો હતો.ફેબ્રુઆરી મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં 31533 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
એસેટ અંડર મેનેજમેન્ટ ઘટીને 37.7 લાખ કરોડ રૂપિયા થઈ
આટલા ઊંચા ઉપાડને કારણે માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ ઘટીને 37.7 લાખ કરોડ રૂપિયા થઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં આ 38.56 લાખ કરોડ રૂપિયા હતી.