EPFO : PF ખાતામાં વ્યાજના પૈસા આવ્યા ? માત્ર એક મિસ્ડ કોલ કરીને જાણો તમારું બેલેન્સ

|

Sep 01, 2021 | 9:39 AM

કોરોના મહામારી વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડ ખાતા ધારકો 31 ઓગસ્ટ સુધીમાં PF વ્યાજના નાણાં તેના ખાતામાં જમા થશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે આજે અમે તમને જણાવીશુ કે તમે તમારા પીએફ ખાતાનુ બેલેન્સ કેવી રીતે ચકાસી શકો છો.

1 / 6
નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે : તાજેતરમાં જ ટ્વિટર પર એક ખાતાધારકે EPFO ​​ને ટેગ કરીને સવાલ પૂછ્યો હતો કે EPFO ​​વતી વ્યાજની રકમ ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે. જે અંગે EPFO ​​એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જવાબ આપ્યો હતો કે જ્યારે પણ ખાતામાં વ્યાજ જમા થશે ત્યારે તેને એકસાથે જમા કરવામાં આવશે અને સંપૂર્ણ રકમ આપવામાં આવશે. વ્યાજને કારણે કોઈને નુકસાન નહીં થાય. જોકે, EPFO ​​એ સ્પષ્ટ નથી કર્યું કે વ્યાજની રકમ ક્યારે PF ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

2 / 6
PF વ્યાજની રકમ :  સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ મંજૂર કર્યું છે. અહેવાલો અનુસાર 31 ઓગસ્ટના રોજ 6 કરોડ પીએફ ખાતાધારકોના ખાતામાં 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર થઈ શકે છે.

3 / 6
symbolic image

symbolic image

4 / 6
આ રીતે જાણી શકો છો બેલેન્સ : EPFO ​​સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી EPFO UAN LAN(ભાષા) કરીને 7738299899 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. LAN તમારી ભાષા માટે ઉપયોગ થાય છે. જો તમને અંગ્રેજીમાં માહિતી જોઈએ છે, તો તમારે LAN ને બદલે ENG લખવું પડશે. એ જ રીતે, હિન્દી માટે HIN અને તમિલ માટે TAM.

5 / 6
know how to check PF balance

know how to check PF balance

6 / 6
UMANG એપ દ્વારા : તમે UMANG એપની મદદથી પણ PF બેલેન્સ ચેક કરી શકો છો.આ માટે  UMANG એપમાં AF ખોલો અને EPFO ​​પર ક્લિક કરો. ત્યાર બાદ કર્મચારી કેન્દ્રિત સેવાઓ પર ક્લિક કરો અને તે પછી વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને UAN અને પાસવર્ડ દાખલ કરો. ત્યારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી, તમે PF બેલેન્સ જોઈ શકો છો.

Next Photo Gallery