EPFO : UAN પાસવર્ડ ભૂલી ગયા છો? આ 10 સ્ટેપ્સ અનુસરી સરળતાથી જનરેટ કરો નવો પાસવર્ડ

|

Sep 07, 2022 | 7:45 AM

જો તમે ક્યારેય UAN નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આ સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ  વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન(Login) કરવામાં મુશ્કેલી પડશે.

EPFO : UAN પાસવર્ડ ભૂલી ગયા છો? આ 10 સ્ટેપ્સ અનુસરી સરળતાથી જનરેટ કરો નવો પાસવર્ડ
EPFO
Image Credit source: File Photo

Follow us on

દરેક  કર્મચારી પોતાના પગારનો એક ભાગ પીએફ ખાતા(PF Account)માં જમા કરાવે છે. આ માટે સરકારે વર્ષ 2004માં કર્મચારી નિધિ સંગઠન(EPFO) શરૂ કર્યું  હતું. ઉલ્લેખનીય છે કે પીએફ ખાતામાં UAN નંબર આપવામાં આવે છે. આ સાથે આ નંબર સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તમે તમારું PF એકાઉન્ટ તેના UAN નંબર અને પાસવર્ડ દ્વારા એક્સેસ કરી શકો છો. તમે આ નંબર અને પાસવર્ડ વડે તમામ પ્રકારની ઈ-નોમિનેશન પ્રક્રિયા અને એકાઉન્ટ સ્ટેટસ ચેક વગેરે કરી શકો છો.તમને જણાવી દઈએ કે EPFO ​​તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જો તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર રહેતી નથી.

જો તમે ક્યારેય UAN નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આ સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ  વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન(Login) કરવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે PF એકાઉન્ટના UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવો

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

આ રીતે UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો

  1. પાસવર્ડ રીસેટ કરવા માટે તમે પહેલા EPFO ​​unifiedportal-mem.epfindia.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.
  2. તમને UAN member e-SEWA નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  3. અહીં તમને એક બોક્સ દેખાશે જેમાં તમને UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવા માટે કહેવામાં આવશે. આની નીચે તમને Forgot Password નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  4. અહીં તમને UAN નંબર માટે પૂછવામાં આવશે સાથે  કેપ્ચા દાખલ કરો પછી સબમિટ બટન દબાવો.
  5.  તમને તમારો UAN નંબર દેખાશે.
  6.  આ પેજ પર તમને મોબાઈલ નંબરની શરૂઆતમાં અને અંતમાં બે નંબર દેખાશે.
  7.  તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને આપેલા વિકલ્પમાં ભરો.
  8.  તમને પાસવર્ડ રીસેટ કરવાનો વિકલ્પ મળશે. નવો પાસવર્ડ દાખલ કરો પછી તેની પુષ્ટિ કરો.
  9. છેલ્લે સબમિટ બટન દબાવીને આ પ્રક્રિયા પૂર્ણ કરો.
  10. આ પછી તમે UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને સરળતાથી PF એકાઉન્ટમાં લોગિન કરી શકો છો.

Published On - 7:45 am, Wed, 7 September 22

Next Article