EPFO : કર્મચારીઓને નિઃશુલ્ક મળશે 7 લાખનો લાભ, જાણો વિગતવાર

|

Dec 09, 2021 | 6:55 AM

સરકારની EDLI યોજના હેઠળ કર્મચારીના માંદગી, અકસ્માત અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં કર્મચારીના નોમિની વતી દાવો કરવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું પણ કોવિડ-19ને કારણે મૃત્યુ થાય છે, તો પરિવારના સભ્યોને EDLI હેઠળ 7 લાખ રૂપિયા મળી શકે છે.

EPFO : કર્મચારીઓને નિઃશુલ્ક મળશે 7 લાખનો લાભ, જાણો વિગતવાર
SYMBOLIC IMAGE

Follow us on

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ને હંમેશા સારા વ્યાજ સાથે વળતરનો ગેરંટીડ સ્ત્રોત માનવામાં આવે છે. EPFO સબસ્ક્રાઇબર્સને કોઈપણ પ્રીમિયમ વિના વીમા યોજના પસંદ કરવાની સુવિધા પણ આપે છે. આ યોજના એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ અથવા EDLI સ્કીમ 1976 હેઠળ પ્રદાન કરવામાં આવે છે જે વ્યક્તિને રૂ.7 લાખ સુધીના લાભો મેળવવાની મંજૂરી આપે છે.

તમે ક્યારે ક્લેમ કરી શકો છો?
સરકારની EDLI યોજના હેઠળ કર્મચારીના માંદગી, અકસ્માત અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં કર્મચારીના નોમિની વતી દાવો કરવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું પણ કોવિડ-19ને કારણે મૃત્યુ થાય છે, તો પરિવારના સભ્યોને EDLI હેઠળ 7 લાખ રૂપિયા મળી શકે છે. આ કવર એવા કર્મચારીઓના પીડિત પરિવારને પણ આપવામાં આવે છે કે જેમણે મૃત્યુના તુરંત પહેલાના 12 મહિનાની અંદર એક કરતાં વધુ સંસ્થામાં કામ કર્યું છે. EPFO એ વીમાનો દાવો કરવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.

કોણ ક્લેમ કરી શકે છે?
EDLI સ્કીમની આ રકમનો દાવો PF ખાતાધારકના મૃત્યુ પર નોમિની વતી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે નોમિની ન હોય તો આ દાવો કાનૂની વારસદારને આપવામાં આવે છે. એટલે કે, જો યોજના હેઠળ કોઈ નામાંકન ન હોય, તો મૃત કર્મચારીની પત્ની, તેની અપરિણીત પુત્રીઓ અને સગીર પુત્રો તેના લાભાર્થી છે. યોજના હેઠળ એકમ રકમની ચુકવણી કરવામાં આવે છે. આ માટે કર્મચારીએ કોઈ રકમ ચૂકવવાની નથી. એટલે કે, આ વીમા કવર સબસ્ક્રાઇબરને મફતમાં ઉપલબ્ધ છે. તે ફક્ત પીએફ ખાતા સાથે લિંક થાય છે. તે કોવિડ-19ને કારણે મૃત્યુના કિસ્સામાં પણ લઈ શકાય છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

કેવી રીતે ક્લેમ કરવો?
કર્મચારીના મૃત્યુ માટે નોમિનીએ દાવા માટે ફોર્મ-5 IF સબમિટ કરવું પડશે, જે એમ્પ્લોયર દ્વારા ચકાસાયેલ છે. જો નોકરીદાતા ઉપલબ્ધ ન હોય તો ગેઝેટેડ અધિકારી, મેજિસ્ટ્રેટ, ગ્રામ પંચાયતના પ્રમુખ અને મ્યુનિસિપલ અથવા જિલ્લા સ્થાનિક બોર્ડ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.

EPF/EPS માં ઈ-નોમિનેશન(E-nomination) કેવી રીતે કરવું

  • EPFO વેબસાઇટ પર જાઓ અને ‘Servises’ વિભાગમાં ‘For Employees’ પર ક્લિક કરો.
  • હવે મેમ્બર UAN/ઓનલાઇન સેવા (OCS/OTCP)’ પર ક્લિક કરો.
  • હવે UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
  • ‘Manage’ ટેબમાં ‘E-nomination’ સિલેક્ટ કરો.
  • આ પછી ‘Provide Details’ ટેબ સ્ક્રીન પર દેખાશે, ‘SAVE’ પર ક્લિક કરો.
  • Family Declaration અપડેટ કરવા માટે ‘yes પર ક્લિક કરો.
  • હવે ‘Family Details’ પર ક્લિક કરો. એકથી વધુ નોમિની પણ ઉમેરી શકાય છે.
  • નોમિની કેટલો હિસ્સો આવશે તેની જાહેરાત કરવા માટે ‘નોમિનેશન ડિટેલ્સ’ પર ક્લિક કરો. વિગતો દાખલ કર્યા પછી, ‘સેવ ઇપીએફ નોમિનેશન’ પર ક્લિક કરો.
  • OTP જનરેટ કરવા માટે ‘ઇ-સાઇન’ પર ક્લિક કરો. આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
  • ઉલ્લેખિત જગ્યામાં OTP દાખલ કરીને તેને સબમિટ કરો.

 

આ પણ વાંચો : IRCTC Tour Package : નાતાલની રજાઓમાં માણો ફરવા જવાનો આનંદ, IRCTC લાવ્યુ છે સસ્તુ રેલ ટુર પેકેજ

આ પણ વાંચો : આઈસ્ક્રીમ પાર્લરને મળી શકે છે રિટ્રોસ્પેક્ટિવ GSTમાંથી રાહત, જૂના બિલ પર ટેક્સ ભરવામાંથી મુક્તિ શક્ય

Next Article