EPFOએ 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં PF Interest જમા કર્યું, તમારા ખાતામાં વ્યાજના પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો બેલેન્સ

|

Oct 30, 2021 | 7:09 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબર્સ (PF Subscribers)ના ખાતામાં વ્યાજના નાણાં (PF Interest) ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું

EPFOએ 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં PF Interest જમા કર્યું, તમારા ખાતામાં વ્યાજના પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો બેલેન્સ
EPFO- This way check the balance

Follow us on

કેન્દ્ર સરકારે દિવાળી પર 6.5 કરોડ લોકોને દિવાળી ગિફ્ટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબર્સ (PF Subscribers)ના ખાતામાં વ્યાજના નાણાં (PF Interest) ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે. તમને અત્યાર સુધી આ પૈસા મળ્યા છે કે નહીં તે જોવા માટે તમે તમારું PF એકાઉન્ટ પણ ચેક કરવું પડશે. તમે ઘરે બેઠા બેઠા તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો

કેટલું વ્યાજ મળ્યું?
મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે પીએફ પર 8.5 ટકા વ્યાજ દર ટ્રાન્સફર કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે પણ આ નિર્ણય માટે સહમતિ દર્શાવી હતી. હવે EPFO સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરી રહ્યું છે. તેથી જો તમે પણ નોકરિયાત છો અને તમારું પ્રોવિડન્ટ ફંડ કપાય છે તો તમે 4 સરળ રીતે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો
તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો
1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો.
2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે.
3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો
4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે.
5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો
1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો.
2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો.
3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો
4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો
જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

Next Article