EPFO વર્ષ 2019-20 માટે ખાતાઓમાં 8.5% વ્યાજ જમા કરશે, જાણો ચકાસણીની રીત

|

Dec 17, 2020 | 9:15 AM

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO નાણાકીય વર્ષ 2019 – 20 માટે લગભગ છ કરોડ કર્મચારીઓના ખાતાઓમાં 8.5 ટકાની વ્યાજ ઉમેરશે. EPFOના આ નિર્ણયથી દેશભરના કર્મચારીઓ ખુશીની લહેર છવાઈ છે.  EPFO એ 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને 2019-20 માટે એકસાથે EPF માં 8.5 […]

EPFO વર્ષ 2019-20 માટે ખાતાઓમાં 8.5% વ્યાજ જમા કરશે, જાણો ચકાસણીની રીત
EPFO

Follow us on

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO નાણાકીય વર્ષ 2019 – 20 માટે લગભગ છ કરોડ કર્મચારીઓના ખાતાઓમાં 8.5 ટકાની વ્યાજ ઉમેરશે. EPFOના આ નિર્ણયથી દેશભરના કર્મચારીઓ ખુશીની લહેર છવાઈ છે.  EPFO એ 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

EPFO will deposit 8.5% interest in the accounts for the year 2019-20,

સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને 2019-20 માટે એકસાથે EPF માં 8.5 ટકા વ્યાજ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ પર નાણાં મંત્રાલયની મંજૂરી થોડા દિવસોમાં અપેક્ષિત છે. આ મહિને વ્યાજ જમા કરવામાં આવશે. અગાઉ નાણાં મંત્રાલયે પાછલા નાણાકીય વર્ષ માટે વ્યાજ અંગે થોડી સ્પષ્ટતા માંગી હતી જે આપવામાં આવી છે.

શ્રમ પ્રધાન ગેંગવારની આગેવાની હેઠળના EPFOના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) ની બેઠકમાં 2019-20 માટે EPF પરના 8.5 ટકા વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી હતી.  CBT એ નિર્ણય લીધો હતો કે વ્યાજ બે હપ્તામાં ખાતામાં જમા કરવામાં આવશે. આ બે હપ્તા ૮.૧૫ ટકા અને ૦.૩૫ ટકાના રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ચાર પદ્ધતિ દ્વારા આપ EPFO  અંગેની વિગતો અને બેલેન્સ જાણી શકો છો

Missed call service
સભ્યો તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પરથી ‘011-22901406’ પર મિસ કોલ આપીને તેમની વિગતો EPFO પાસેથી મેળવી શકે છે. કોલ બે રિંગ્સ પછી આપમેળે ડિસ્કનેક્ટ થશે. આ સેવા નિ: શુલ્ક છે. આ સેવા મેળવવા માટે નોંધાયેલા સભ્યની KYC પૂર્ણ હોવી જોઈએ.

EPF balance via SMS
EPFOHO ટાઇપ કરીને 7738299899 પર મોકલો. સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગુજરાતીમાં સંદેશ મેળવવા માટે ‘EPFOHO UAN GUJ’ ટાઇપ કરવું પડશે . મેસેજ  7738299899 પર મોકલો.

EPFO portal
EPFO મેમ્બર પોર્ટલ પર જાતે નોંધણી કરાવ્યા પછી UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને – https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login# પાસબુક જોવાની મંજૂરી મેળવે છે.

Umang app
EPFO સભ્યો તેમના ખાતાનું બેલેન્સ ‘ઉમંગ’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા EPF સ્ટેટમેન્ટ મારફતે જોઈ શકે છે. employee centric services પર જાઓ અને view passbookપર ક્લિક કરો. તમારું UAN અને OTP દાખલ કરી માહિતી જાણી શકો છો

 

 

Published On - 9:14 am, Thu, 17 December 20

Next Article