કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ (Central trade unions) હાલમાં આપવામાં આવતુ લધુત્તમ પેન્શનમાં (Minimum pension) વધારો કરવાની માંગ કરી છે. હાલમાં લધુત્તમ પેન્શન રૂપિયા એક હજાર આપવામાં આવે છે. તે રૂ. 1,000 થી વધારીને રૂ. 6,000 કરવાની માંગણી કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ કરી છે. જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (Central Board of Trustees) લઘુત્તમ પેન્શનમાં રૂપિયા 2 હજારનો વધારો કરીને રૂ. 3,000 સુધી આપવાનો નિર્ણય કરી શકે છે.
2021-22ના વર્ષમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ખાતાધારકો માટે ઉપલબ્ધ વ્યાજ દરો અંગે આજે શનિવારે નિર્ણય લેવામાં આવી શકે છે. EPFOએ દિલ્હીમાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને સભ્યો માટેનો એજન્ડા પણ નક્કી કર્યો છે.
કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સમક્ષ દેશના વિવિધ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ, ન્યૂનતમ પેન્શન વધારવાની માંગણી કરી છે. વર્તમાન જે પેન્શન ચુકવવામાં આવે છે તે એક હજાર આપવામાં આવે છે. જેને રૂ. 1,000 થી વધારીને રૂ. 6,000 કરવા કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ માંગ કરી છે. જોકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ લઘુત્તમ પેન્શનમાં રૂ. 3,000નો વધારો કરી શકે તેમ છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે EPF થાપણો પરના વ્યાજ દરો કેટલા રાખવા તેના ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે, હાલ EPF થાપણો પરના વ્યાજ દર 8.50 % છે. એવું માનવામાં આવે છે કે EPF થાપણો પરના વ્યાજ દરો જાળવી રાખવામાં આવશે. EPFO ના પૈસા પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.