Gujarati NewsBusinessEPFO: Deadline for linking support with UAN is November 30, if you miss the deadline you will get in trouble, learn the process
EPFO : UAN સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, સમયમર્યાદા ચુકી જશો તો મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 નવેમ્બર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO- Employees’ Provident Fund Organization) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, દરેક કર્મચારી માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
EPFO (Symbolic Image)
Follow us on
જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ એક અગત્યના સમાચાર છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 નવેમ્બર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO- Employees’ Provident Fund Organization) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, દરેક કર્મચારી માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
આધાર નંબરને EPF સાથે લિંક કરવા માટે, તમારે EPFO પોર્ટલ epfindia.gov.in પર લોગીન કરવું પડશે.
ત્યાર બાદ ‘ઓનલાઈન સર્વિસીસ’ ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ ‘ઈ-કેવાયસી પોર્ટલ’ અને ‘યુએએન આધાર લિંક’ પર ક્લિક કરો.
ત્યારબાદ તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
આ પછી તમારા આધાર વેરીફીકેશન માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો.
ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા
ઈપીએફઓ ઓફિસમાં જઈને Aadhaar Seeding Application ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. ફોર્મ સાથે તમારો યુએએન, પેન અને આધારની સ્વ પ્રમાણિત નકલો જોડો.
તેને EPFO અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈ પણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યુટિવ પાસે જમા કરો.
યોગ્ય ચકાસણી પછી, તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા મળશે. જે મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
જો તમે તમારો UAN નંબર જાણો છો પણ તે એક્ટિવ નથી, તો પણ તમે તેની સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં. તેને કેવી રીતે એક્ટિવ કરવું તે જાણો.
EPF મેમ્બર પોર્ટલ પર જાઓ અને “Activate UAN” પર ક્લિક કરો. બીજી બાજુ ઉમંગ એપ પર જઈને તમે EPFO ની UAN Activation under Employee Centric Services પર ક્લિક કરીને તેની સેવા ફરી શરૂ કરી શકો છો.
આમાંથી કોઈપણ પસંદ કરો – UAN, સભ્ય ID, આધાર અથવા PAN.
નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી જેવી અન્ય વિગતો સાથે “Get Authorization PIN” પર ક્લિક કરો.
આ પછી EPFO સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓથોરાઈઝેશન પિન આવશે.
આ પિન દાખલ કર્યા પછી, “Validate OTP and Activate UAN” પર ક્લિક કરો.
આ સાથે તમારું યુએએન એક્ટિવેટ થઇ જશે અને પાસવર્ડ તમારા મોબાઇલ પર આવી જશે. આ સાથે, સભ્યો આ પાસવર્ડનો ઉપયોગ કરીને યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર લોગિન કરી શકે છે.