EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી

EPF ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારી બંને તરફથી યોગદાન હોય છે. સરકાર દ્વારા દર વર્ષે EPFના વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. હાલમાં 8.5% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી
EPFO (Symbolic Image)
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:19 AM

EPF Calculation: એમ્પ્લોયડ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ ખાનગી ક્ષેત્રના પગારદાર કર્મચારીઓ માટે નિવૃત્તિ લાભ યોજના છે. આ ફંડ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા સંચાલિત થાય છે. EPF ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારી બંને તરફથી યોગદાન હોય છે. સરકાર દ્વારા દર વર્ષે EPFના વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. હાલમાં 8.5% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

EPF એક એવું ખાતું છે જેમાં નિવૃત્તિ સુધી ધીમે ધીમે મોટા ભંડોળની રચના થાય છે. આમાં વ્યાજના ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. જો નિવૃત્તિની ઉંમર સુધી આ ખાતામાં યોગદાન જાળવવામાં આવે અને દર વર્ષે પગાર વધે તો સારું ભંડોળ મેળવી શકાય છે.

15 હજાર બેઝિક સેલેરી પર કેટલું રિટાયરમેન્ટ ફંડ
ધારો કે તમારો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું રૂ 15,000 છે. જો તમે 35 વર્ષના છો તો 58 વર્ષની ઉંમર સુધીમાં તમારી પાસે નિવૃત્તિ માટે લગભગ 56.41 લાખ રૂપિયાનું રિટાયરમેન્ટ ફંડ તૈયાર થઈ શકે છે. EPF યોજનામાં મહત્તમ યોગદાન 58 વર્ષ સુધી જ કરી શકાય છે.

EPF ગણતરી આ રીતે સમજી શકાય છે
બેઝિક પગાર + DA                    = રૂ 15,000
હાલની ઉંમર                               = 35 વર્ષ
નિવૃત્તિ વય                                 = 58 વર્ષ
કર્મચારીનું માસિક યોગદાન        = 12%
એમ્પ્લોયરનું માસિક યોગદાન     = 3.67%
EPF પર વ્યાજ દર                      = વાર્ષિક 8.5%
વાર્ષિક પગાર વૃદ્ધિ                      = 10%
58 વર્ષની ઉંમરે મેચ્યોરિટી ફંડ     = 56.42 લાખ (કર્મચારીનું યોગદાન રૂ. 19.11 લાખ અને એમ્પ્લોયરનું યોગદાન રૂ. 5.85 લાખ છે. કુલ યોગદાન રૂ. 24.96 લાખ છે.)
નોંધ: યોગદાનના સંપૂર્ણ વર્ષ માટે વાર્ષિક વ્યાજ દર 8.5 ટકા અને વાર્ષિક પગાર વૃદ્ધિ 10 ટકા લેવામાં આવી છે.

EPFમાં એમ્પ્લોયરની ડિપોઝિટ 3.67% છે
કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 12% EPF ખાતામાં જમા થાય છે. એમ્પ્લોયરની 12 ટકા રકમ બે ભાગમાં જમા થાય છે. એમ્પ્લોયરના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન ખાતામાં જમા થાય છે અને બાકીના 3.67 ટકા EPF ખાતામાં જાય છે.

15,000 પગારમાંથી માસિક EPF યોગદાનને સમજો
કર્મચારીનો બેઝિક પગાર + મોંઘવારી ભથ્થું  = રૂ. 15,000
EPFમાં કર્મચારીનું યોગદાન                          = રૂ 15,000 નું 12 ટકા     = રૂ. 1,800
EPF માં એમ્પ્લોયરનું યોગદાન                      = રૂ. 15,000 નું 3.67 ટકા = રૂ. 550
પેન્શન ફંડ (EPS)માં એમ્પ્લોયરનું યોગદાન   = રૂ. 15,000 નું 8.33 ટકા = રૂ. 1249

આ રીતે, પ્રથમ વર્ષમાં રૂ. 15,000ના બેઝિક પગારવાળા કર્મચારીના EPF ખાતામાં કુલ માસિક યોગદાન રૂ 2350 (રૂ. 1800 + 550) થશે. આ પછી, વાર્ષિક ધોરણે પગારમાં 10% વધારા સાથે સમાન પ્રમાણમાં બેઝિક અને મોંઘવારી ભથ્થું વધશે. જેની સાથે EPFનું યોગદાન વધશે. જે કર્મચારીઓનો મૂળ પગાર 15,000 રૂપિયાથી ઓછો છે તેમણે આ યોજનામાં જોડાવું ફરજિયાત છે.

 

નોંધ: આ EPF ગણતરી અમુક શરતો પર આધારિત છે. પગાર, યોગદાનનો સમયગાળો, વ્યાજ દર અને પગાર વૃદ્ધિમાં તફાવતને આધારે આંકડાઓ બદલાઈ શકે છે.

 

આ પણ વાંચો :  IPO : ચાલુ સપ્તાહે વધુ બે કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, 2000 કરોડની યોજનાઓમાં રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

 

આ પણ વાંચો : સરકારી બેંકોમાં સ્વતંત્ર નિર્દેશકોની નિમણૂક માટે PMOને મોકલવામાં આવ્યું લિસ્ટ, સરકાર પાસેથી ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

Published On - 7:18 am, Mon, 15 November 21