સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધ્યો, મે મહિના દરમિયાન EPFOમાં કુલ 16.82 લાખ સબસ્ક્રાઇબર જોડાયા

|

Jul 21, 2022 | 8:40 AM

ડેટા અનુસાર, મે 2022 દરમિયાન સૌથી વધુ વધારો 22-25 વર્ષની વય જૂથમાં થયો હતો. આ દરમિયાન આ વય જૂથના 4.33 લાખ સભ્યો જોડાયા હતા, જ્યારે મહિલાઓની (women) ભાગીદારી 20.39 ટકા હતી.

સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધ્યો, મે મહિના દરમિયાન EPFOમાં કુલ 16.82 લાખ સબસ્ક્રાઇબર જોડાયા
EPFO (Symbolic Image)

Follow us on

દેશના સંગઠિત ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ મે, 2022માં 16.82 લાખ નવા સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. આ આંકડો મે, 2021માં EPFO ​​સાથે જોડાયેલા 9.2 લાખ સબસ્ક્રાઇબર્સની સરખામણીએ લગભગ 83 ટકા વધારે છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે દેશના સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની તકો વધી છે. શ્રમ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, EPFO દ્વારા બુધવારે જાહેર કરાયેલ મે 2022 માટે સંગઠિત ક્ષેત્રમાં નિયમિત પગાર (પે રોલ) પર રાખવામાં આવેલા લોકોના પ્રારંભિક ડેટા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેના ગ્રાહકોની સંખ્યામાં 7.62 લાખનો વધારો થયો છે.

પ્રથમ વખત જોડાનારની સંખ્યા 9.6 લાખ

માહિતી અનુસાર, મે મહિનામાં ઉમેરાયેલા કુલ 16.82 લાખ સબ્સ્ક્રાઇબર્સમાંથી લગભગ 9.60 લાખ સબ્સ્ક્રાઇબર્સ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અને મિસેલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ, 1952 હેઠળ પ્રથમ વખત ઉમેરાયા છે. તે જ સમયે, નોકરી બદલવાના કારણે EPFO ​​છોડ્યા પછી લગભગ 7.21 લાખ સભ્યો ફરીથી EPFO ​​સાથે જોડાયા હતા. મે, 2022 દરમિયાન EPFOમાં જોડાનારા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પાછલા નાણાકીય વર્ષના માસિક સરેરાશ આંકડા કરતાં વધુ છે.

3.5 લાખ મહિલાઓ EPFOમાં જોડાઈ

વય-આધારિત પેરોલ ડેટા અનુસાર, મે 2022 દરમિયાન મહત્તમ વધારો 22-25 વર્ષની વય જૂથમાં હતો. આ દરમિયાન આ વય જૂથના 4.33 લાખ સભ્યો જોડાયા હતા. ડેટા અનુસાર, EPFOમાં જોડાનારા સબસ્ક્રાઇબર્સમાં સૌથી વધુ વધારો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં થયો છે. આ રાજ્યોએ મે, 2022 દરમિયાન લગભગ 11.34 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે, જે કુલ સંખ્યાના 67.42 ટકા છે. મે મહિનામાં EPFOમાં સામેલ થનારી મહિલાઓની સંખ્યા 3.42 લાખ હતી. આ સમયગાળા દરમિયાન EPFOમાં જોડાનારા કુલ લોકોમાં મહિલાઓની ભાગીદારી 20.39 ટકા હતી.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

પીએફમાંથી પૈસા ઉપાડવા બન્યા સરળ

અગાઉ, પીએફમાંથી પૈસા ઉપાડવા એક મુશ્કેલ અને લાંબી પ્રક્રિયા હતી. પરંતુ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ તેના ખાતાધારકો માટે એક નવી શરૂઆત કરી છે. જો તમારી પાસે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા નથી અને તમે PF ખાતાધારક છો તો તમે તમારા PF એકાઉન્ટમાંથી તરત જ એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ પૈસા માત્ર મેડિકલ એડવાન્સ ક્લેમ હેઠળ જ મળશે. EPFO દ્વારા જાહેર કરાયેલા મેમોરેન્ડમ અનુસાર PF ખાતાધારકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કોઈ જીવલેણ રોગના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 1 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હોય તો PF ખાતાધારક આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.

Next Article