એલોન મસ્ક બન્યા ટ્વિટરના નવા બોસ, 44 બિલિયન ડોલરમાં ડીલ થઈ ફાઇનલ

|

Apr 26, 2022 | 6:27 AM

ટ્વિટરની માલિકી આખરે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની થઈ ગઈ છે. ટ્વિટરે એલોન મસ્કને 44 બિલિયન ડોલરમાં કંપનીના વેચાણની પુષ્ટિ કરી છે. આ ડીલથી ટેસ્લાના CEOને 217 મિલિયન યુઝર્સ સાથે કંપનીની માલિકી મળી છે.

એલોન મસ્ક બન્યા ટ્વિટરના નવા બોસ, 44 બિલિયન ડોલરમાં ડીલ થઈ ફાઇનલ
Elon Musk
Image Credit source: File Photo

Follow us on

ટેસ્લા (Tesla) ચીફ એલોન મસ્ક, (Elon Musk) વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. જેમણે આખરે ટ્વિટર (Twitter) ખરીદ્યું. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રૂપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે એલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક ટ્વિટર પર કબજો થઈ ગયો છે.

મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર રહેશે

એલોન મસ્કે ટ્વીટ કર્યું, “હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર જ રહે, કારણ કે સ્વતંત્ર વાણીનો અર્થ આ જ છે.” મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અગાઉ એવા સમાચાર હતા કે ટ્વિટર પ્રતિ શેર $54.20ના રોકડ ભાવે એલોન મસ્કના હાથમાં જઈ શકે છે. અહેવાલો અનુસાર, ટ્વિટર સોદો પૂર્ણ કરવાની નજીક હતું. આ એ જ કિંમત છે જે એલોન મસ્કે ટ્વિટર પર ઓફર કરી હતી. મસ્ક વતી કહેવામાં આવ્યું હતું કે આ તેમના તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે.

આ ડીલની જાહેરાત મોડી રાત્રે કરવામાં આવી હતી.

ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $43 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. એલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર જીવી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ એલોન મસ્ક, ટ્વિટર કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી માનવામાં આવતુ હતુ કે, આખરે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ

દુનિયાના સૌથી અમીર માણસને આનંદ મહિન્દ્રાએ દેખાળી દીધું બળદ ગાડું, જાણો પછી શું થયું?

આ પણ વાંચોઃ

એલોન મસ્કે ટ્વિટર સાથે કર્યા ભાવ-તાલ, અધિગ્રહણની ચર્ચાનું વંટોળ સર્જાયુ….

Next Article