એલોન મસ્કે તોડ્યો ‘શરમજનક’ વલ્ડ રોકોર્ડ ! ગિનીસ વર્લ્ડ બુકમાં પણ નોંધાયું નામ

મસ્કની કુલ ખોટ $58.6 બિલિયન જે અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે. ત્યારે ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ટેસ્લાના શેરના નબળા પ્રદર્શનને કારણે એલોન મસ્કની નેટવર્થ 2021માં $320 બિલિયનની ટોચથી ઘટીને જાન્યુઆરી 2023 સુધીમાં $138 બિલિયન થઈ ગઈ છે.

એલોન મસ્કે તોડ્યો શરમજનક વલ્ડ રોકોર્ડ ! ગિનીસ વર્લ્ડ બુકમાં પણ નોંધાયું નામ
એલોન મસ્ક 145 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે..વિશ્વના સૌથી અમીર લોકોની આ યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિ 188 અબજ ડોલર છે.
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jan 10, 2023 | 5:17 PM

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે એક શરમજનક રેકોર્ડ તોડ્યો છે. એલોન મસ્કે વર્ષ દરમિયાન સૌથી વધુ સંપત્તિ ગુમાવવા માટે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, નવેમ્બર 2021 થી એલોન મસ્કને લગભગ $180 બિલિયનનું નુકસાન થયું હતુ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સંપત્તિ એક અંદાજિત આંકડો છે, પરંતુ મસ્કની કુલ ખોટ $58.6 બિલિયન જે અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે. ત્યારે ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ટેસ્લાના શેરના નબળા પ્રદર્શનને કારણે એલોન મસ્કની નેટવર્થ 2021માં $320 બિલિયનની ટોચથી ઘટીને જાન્યુઆરી 2023 સુધીમાં $138 બિલિયન થઈ ગઈ છે.

કેમ ઘટી મસ્કની સંપત્તિ ?

મસ્ક વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંથી સરકી ગયા છે અને બીજા સ્થાને આવી ગયો છે, ત્યારે તેના સ્થાને ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા છે, જેમની કુલ સંપત્તિ $190 બિલિયન છે. ત્યારે આ વર્ષ દરમિયાન મસ્કએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા હોય છે. અને સૌથી વધુ પોતાની સંપત્તિ ગુમાવવાનો રેકોર્ડ તોડ્યો છે. મસ્કના ટ્વિટર એક્વિઝિશન અને સંબંધિત વિક્ષેપોને કારણે, ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો થયો છે. સાથે જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એલોન મસ્ક સોશિયલ મીડિયા કંપનીને બચાવવા માટે ટેસ્લાના શેર વેચી શકે છે. જેની અસર કંપનીના શેરમાં પણ જોવા મળી છે.

ટેસ્લાના શેર કેમ ઘટી રહ્યા છે?

ઇલેક્ટ્રિક વાહન નિર્માતાનો સ્ટોક 2022 માં 65 ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. ટેસ્લા વધતા જતા ખર્ચ, સ્પર્ધાત્મક ધમકીઓ અને મંદીના સંજોગોમાં માંગ ઘટશે તેવા જોખમ સહિત વધતા જતા પડકારોનો સામનો કરે છે. કંપનીને મોટા ઓટોમેકર્સ તરફથી વધતા ચેલેન્જીસનો સામનો કરવો પડી રહ્યો છે જેઓ આગામી થોડા વર્ષોમાં નવી EVs સાથે બજારમાં ઉભરી  આવવા તૈયાર છે. ટેસ્લા એ વિશ્વની સૌથી મૂલ્યવાન કાર કંપની છે, તેની નજીકના હરીફો ટોયોટા મોટર કોર્પો., જનરલ મોટર્સ કું., સ્ટેલેન્ટિસ એનવી અને ફોર્ડ મોટર કંપની માટે સંયુક્ત રીતે $100 બિલિયનથી વધુનું માર્કેટ કેપ છે.

કોણ છે માસાયોશી સોન, જેનો રેકોર્ડ તુટ્યો

માસાયોશી સોન વિશે વાત કરીએ તો, ફેબ્રુઆરી 2000 માં, તેમની નેટવર્થ $78 બિલિયન સાથે ટોચ પર હતી. તે જ વર્ષે જુલાઈમાં એટલે કે 6 મહિનામાં તેમની કુલ સંપત્તિ $19.4 બિલિયન થઈ ગઈ હતી. 2000માં સોફ્ટબેંકની સ્થિતિ એટલી અસ્થિર હતી કે સોનની નેટવર્થ કેટલીકવાર એક જ દિવસમાં $5 બિલિયન જેટલી વધી પણ ગઈ હતી.

Published On - 5:14 pm, Tue, 10 January 23