એલોન મસ્ક બન્યા ટ્વિટરના નવા બોસ, CEO પરાગ અગ્રવાલે કંપનીને કહ્યું અલવિદા

|

Oct 28, 2022 | 7:30 AM

મસ્ક દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં તે ટ્વિટર હેડક્વાર્ટરના પરિસરમાં 'સિંક' લઈને જતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે એક કોર્ટે મસ્કને ટ્વિટરને ખરીદવા માટેનો કરાર પૂર્ણ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. અગાઉ મસ્કે આ ડીલમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એલોન મસ્ક બન્યા ટ્વિટરના નવા બોસ, CEO પરાગ અગ્રવાલે કંપનીને કહ્યું અલવિદા
Elon Musk
Image Credit source: File Photo

Follow us on

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરની બાગડોર સંભાળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે કંપનીના ઈન્ચાર્જ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલ પણ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં કંપનીનું મુખ્યાલય છોડી ચૂક્યા છે અને તેઓ ઓફિસમાં પાછા ફરશે નહીં.  મસ્ક સાથે સંબંધિત આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તેમની પાસે ટ્વિટર સાથે $44 બિલિયનની ડીલ પૂર્ણ કરવા અથવા કંપની સાથે કાયદાકીય લડાઈ લડવા માટે શુક્રવાર સુધીનો સમય હતો.

આ પહેલા એલોન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરમાં પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાનો સોદો પૂર્ણ કરવાની શુક્રવારની સમયમર્યાદાના બે દિવસ પહેલા તેણે બુધવારે વીડિયો શેર કર્યો હતો. મસ્કે પણ તેની ટ્વિટર પ્રોફાઇલ બદલી અને તેની પ્રોફાઇલમાં ‘ટ્વીટ ચીફ’ લખ્યું હતું. તેણે તેની પ્રોફાઈલ પર પોતાનું સ્થાન બદલીને ટ્વિટર મુખ્યાલય પણ કર્યું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો

 

 

એલોન મસ્કને હેડક્વાર્ટરમાં સિંક લઈ જતો જોવા મળ્યો હતો

મસ્ક દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં તે ટ્વિટર હેડક્વાર્ટરના પરિસરમાં ‘સિંક’ લઈને જતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે એક કોર્ટે મસ્કને ટ્વિટરને ખરીદવા માટેનો કરાર પૂર્ણ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. અગાઉ મસ્કે આ ડીલમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મસ્ક અને ટ્વિટરે હજુ સુધી કરાર પૂર્ણ થવા અંગે કંઈ કહ્યું નથી. મસ્ક હેડક્વાર્ટર પર પહોંચ્યા હોવા છતાં તે હજુ સુધી સ્પષ્ટ નથી કે કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે કે કેમ!!!

છટણીનો દાવો કરવામાં આવી રહ્યો છે

એલોન મસ્કએ કહ્યું છે કે તે માનવતાને મદદ કરવા માટે ટ્વિટર ખરીદી રહ્યો છે અને તેને બધા માટે ફ્રી નહીં બનાવે. જો સોશિયલ મીડિયા કંપની ટ્વિટરની કમાન ઉદ્યોગપતિ મસ્કના હાથમાં આવે છે તો જ્યારે પણ આવું થાય છે ત્યારે તે કંપનીના મોટાભાગના કર્મચારીઓને દૂર કરવાની યોજના બનાવી છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક સમાચારમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલ આ મહિને અખબારમાં પ્રકાશિત થયો હતો. આમાં, દસ્તાવેજો અને સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મસ્કે સંભવિત રોકાણકારોને ટ્વિટર ખરીદવા માટે કહ્યું છે કે તે 7,500 કર્મચારીઓમાંથી લગભગ 75 ટકા કર્મચારીઓની છટણી કરશે અને કંપની પાસે ઓછામાં ઓછા કર્મચારી હશે.

Published On - 7:29 am, Fri, 28 October 22

Next Article