Electric Vehicle Battery : રિલાયન્સની EV બેટરી આવી ગઈ, ઘરના પંખા અને કુલર પણ ચાલશે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી બજારમાં રજૂ કરી છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલનો બિઝનેસ કરતી રિલાયન્સે ભવિષ્યના એનર્જી સેગમેન્ટમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. કંપની બેટરી અને સોલાર સેલ ડિવાઈસના ઉત્પાદન માટે ગુજરાતમાં ગીગા ફેક્ટરીની સ્થાપના કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે રજૂ કરવામાં આવેલી બેટરી સ્વેપેબલ હશે.

Electric Vehicle Battery : રિલાયન્સની EV બેટરી આવી ગઈ, ઘરના પંખા અને કુલર પણ ચાલશે
Reliance
| Edited By: | Updated on: Oct 05, 2023 | 8:34 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ધીમે ધીમે તેલના વ્યવસાયથી આગળ વધી રહ્યા છે અને હવે ભવિષ્યના ઉર્જા સેગમેન્ટમાં પોતાનો પગપેસારો કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) બુધવારે આ બિઝનેસમાં જોરદાર એન્ટ્રી કરી છે અને ઈલેક્ટ્રિક વ્હીકલ માટે તેની બેટરી (Electric Vehicle Battery) રજૂ કરી છે. આખરે આ બેટરીઓમાં શું ખાસ છે ?

મુકેશ અંબાણીએ જાહેરાત કરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભવિષ્યના ઉર્જા સેગમેન્ટમાં રોકાણમાં વધારો કર્યો છે. કંપની બેટરી અને સોલાર સેલ ડિવાઈસના ઉત્પાદન માટે ગુજરાતમાં ગીગા ફેક્ટરીની સ્થાપના કરી રહી છે. મુકેશ અંબાણીએ તો જાહેરાત કરી છે કે આ નવા બિઝનેસનો ઉત્તરાધિકારી તેમનો નાનો પુત્ર અનંત અંબાણી હશે.

રિલાયન્સની બેટરી ઘરે બેઠા ચાર્જ થશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે રજૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી સ્વેપેબલ થઈ શકે છે, એટલે કે, આ બેટરી એક વાહનથી બીજા વાહનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. તેને વાહનમાંથી બહાર કાઢીને ઘરે ચાર્જ કરવાની પણ સુવિધા હશે. એટલું જ નહીં, આ બેટરી લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાના બેટરી સ્વેપિંગ સ્ટેશન પણ બનાવવા જઈ રહી છે.

આ પણ વાંચો : Gold Price Today: એક જ અઠવાડિયામાં 2000 રૂપિયા સસ્તું થઈ શકે છે સોનું, ભાવ ઘટતા જાણો કેટલી થઈ શકે છે કિંમત?

સોલાર સેલમાંથી પણ ચાર્જ કરવામાં આવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ સોલાર સેલ વેચવાની યોજના ધરાવે છે. તેથી તેમણે પોતાની ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરીને એવી રીતે ડિઝાઈન કરી છે કે તેને રૂફટોપ સોલાર પેનલથી પણ ચાર્જ કરી શકાય છે. જોકે, હજુ સુધી કંપની દ્વારા તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે બજારમાં બેટરી અને રૂફટોપ સોલાર પેનલનું વેચાણ ક્યારે શરૂ થશે.

ઘરના કુલર અને પંખા પણ ચાલશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે લોકો આ ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરીનો ઉપયોગ તેમના ઘરે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવવા માટે પણ કરી શકશે. મતલબ કે આ બેટરીની મદદથી તમે તમારા ઘરમાં કુલર અને પંખા જેવા ઉપકરણો ચલાવી શકશો. આ સુવિધા હોવાને કારણે આ બેટરીઓની સારી માંગ ગામડાઓમાં પણ જોવા મળે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો