Eid-E-Milad Holiday : તમારા શહેરમાં ઈદ-એ-મિલાદની રજા ક્યારે છે? જાણો અહેવાલ દ્વારા

Eid-E-Milad Holiday: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી છે અને આ 4 દિવસમાં તહેવારની રજાઓ પણ આવી રહી છે. આ રજાઓ ઈદ-એ-મિલાદ(Eid-E-Milad) અને અનંત ચૌદશ(Anant Chaudash) સહિતના તહેવારોના કારણે છે.

Eid-E-Milad Holiday : તમારા શહેરમાં ઈદ-એ-મિલાદની રજા ક્યારે છે? જાણો અહેવાલ દ્વારા
| Edited By: | Updated on: Sep 27, 2023 | 8:36 AM

Eid-E-Milad Holiday: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી છે અને આ 4 દિવસમાં તહેવારની રજાઓ પણ આવી રહી છે. આ રજાઓ ઈદ-એ-મિલાદ(Eid-E-Milad) અને અનંત ચૌદશ(Anant Chaturdashi) સહિતના તહેવારોના કારણે છે. દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ઈદ-એ-મિલાદની રજા અલગ-અલગ દિવસે રહેશે.તમારા શહેરમાં ઈદ-એ-મિલાદની રજા કયા દિવસે છે તે જાણો અહેવાલ દ્વારા..

27 સપ્ટેમ્બરના રોજ બેંકની રજા ક્યાં રહેશે?

27 સપ્ટેમ્બર, 2023 ના રોજ મિલાદ-એ-શરીફના અવસર પર દેશના કેટલાક શહેરોમાં બેંક રજા રહેશે. આ શહેરોમાં જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.આ દિવસે ગુજરાતમાં બેંક અને સરકારી કચેરીઓમાં કામકાજ ચાલુ રહેશે.

28 સપ્ટેમ્બરે ગુજરાતમાં બેંક બંધ રહેશે

દેશના ઘણા શહેરોમાં ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મેલાદુન્નબી (બારા વફાત)ના અવસર પર 28મી સપ્ટેમ્બરે પણ બેંકમાં  રજાઓ રહેશે. જેમાં અમદાવાદ(ગુજરાત), આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચીનો સમાવેશ થાય છે.

29 સપ્ટેમ્બરે ક્યાં રજા છે?

ઇદ-એ-મિલાદ-ઉલ-નબીનો આગામી શુક્રવાર હોવાથી 29 સપ્ટેમ્બરે ઘણા શહેરોમાં બેંક રજા રહેશે. જેમાં ગંગટોક, જમ્મુ અને શ્રીનગરનો સમાવેશ થાય છે.

બેંકની રજાઓ રાજ્ય અનુસાર બદલાય છે

તમને જણાવી દઈએ કે તમામ રાજ્યોમાં બેંકોની રજાઓની યાદી એક સરખી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સત્તાવાર જાહેરાત મુજબ  તમામ રાજ્યમાં રજાઓ એકસાથે આવતી નથી. આ રજાઓની સંપૂર્ણ યાદી દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરે છે જેમાં રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

બેંકનું તમામ કામ ઓનલાઈન થતું રહેશે

બેંકો બંધ રહેવા છતાં ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. રજાના દિવસે પણ લોકો ઓનલાઈન બેંકિંગ દ્વારા  કામ અટકતાં નથી. હાલના ટેક્નોલોજીના  સમયમાં બેંક સંબંધિત મોટાભાગની સેવાઓ ઓનલાઈન પણ ઉપલબ્ધ હોય છે. તેથી આ સંજોગોમાં રજાના દિવસે પણ તમે મુશ્કેલી વગર ઘણા બેંકિંગ કાર્યો પૂર્ણ કરી શકો છો.

શેરબજારમાં રજા રહેશે નહીં

ચાલુ મહિનામાં 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા બાદ હવે આ મહિનામાં એકપણ તહેવારમાં શેરબજારમાં રજા રહેશે નહીં. હવે રજા આગામી મહિને એટલેકે ઓક્ટોબરમાં આવી રહી છે.  2 ઓક્ટોબર 2023ના રોજ મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે રજા હોવાથી તે દિવસે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. ઓક્ટોબરમાં અન્ય રજાઓ ઉપર નજર કરીએતો આ સિવાય 24 ઓક્ટોબરે દશેરાની પણ રજા રહેશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:35 am, Wed, 27 September 23