સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા કરો કમાણી, મલ્ટી એસેટ ફંડ્સમાં રોકાણકારોને થઈ રહ્યો છે મોટો નફો

|

Nov 18, 2023 | 5:23 PM

નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડ છે, જેને છેલ્લા 1 વર્ષમાં 19 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. ભારતીય ઇક્વિટી (50%), વિદેશી ઈક્વિટી (20%), કોમોડિટી (15%) અને ડેટ (15%). આ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટ કરવાની આ રીત તેની શરૂઆતથી ક્યારેય બદલી નથી.

સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા કરો કમાણી, મલ્ટી એસેટ ફંડ્સમાં રોકાણકારોને થઈ રહ્યો છે મોટો નફો
Multi Asset Funds

Follow us on

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે વિશ્વના બજારો સહિત ભારતીય સ્ટોક માર્કેટમાં પણ સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. રોકાણકારો ભયના માહોલમાં છે. ફોરેન ઈન્વેસ્ટર્સની સાથે ભારતીય રોકાણકારો પણ વિચારી રહ્યા છે કે, હાલ નાણાંનું ઈન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું કે જેથી કરીને સારૂ રિટર્ન મેળવી શકાય.

સપ્ટેમ્બરમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સનો ઈનફ્લો 6,324 કરોડ રૂપિયા

જો તમે પણ બજારની હલચલથી ચિંતામાં છો તો ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને ઓછા રિસ્ક સાથે રિટર્ન મેળવી શકો છો. જો આપણે તેના આંકડાની વાત કરીએ તો, સપ્ટેમ્બર 2023માં મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સનો ઈનફ્લો 6,324 કરોડ રૂપિયા પહોંચ્યો હતો. જે ઓગસ્ટના ઈનફ્લો કરતાં 4,707 કરોડ રૂપિયા વધારે હતો. તેનું કારણ એ છે કે મલ્ટી એસેટ એલોકેશન ફંડ એ હાઈબ્રિડ ફંડ્સ છે જે ત્રણ એસેટ ક્લાસ જેવા કે ઈક્વિટી, ડેટ, કોમોડિટી વગેરેમાં રોકાણ કરે છે.

આવી રીતે તમને મળશે લાભ

SEBI ના આદેશ બાદ મલ્ટી એસેટ ફંડ્સે તેમના કુલ AUMના ઓછામાં ઓછા 10 ટકાનું રોકાણ દરેક વખતે 3 કે તેથી વધારે એસેટ ક્લાસમાં કરવું પડશે. મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સના મળનારા લાભને વધારવામાં અને મદદ માટે, તેમની પાસે એસેટ ક્લાસમાં મોટી અને નિશ્ચિત એલોકેશન હોવું જોઈએ.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડે 19 ટકા રિટર્ન આપ્યું

એક સારા મલ્ટી એસેટ ફંડનું ઉદાહરણ નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડ છે, જેને છેલ્લા 1 વર્ષમાં 19 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. ભારતીય ઇક્વિટી (50%), વિદેશી ઈક્વિટી (20%), કોમોડિટી (15%) અને ડેટ (15%). આ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટ કરવાની આ રીત તેની શરૂઆતથી ક્યારેય બદલી નથી. તેના કારણે રોકાણકારો આ મલ્ટી એસેટ ફંડમાંથી લાભ મેળવે છે.

આ પણ વાંચો : રોકાણકારો માટે કમાણીની તક, નવા ETF મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો ઈન્વેસ્ટમેન્ટ, 5000 રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ

સેબીના આદેશ અનુસાર, ફંડ મેનેજર દરેક 10 ટકા ડેટ અને કોમોડિટીમાં અને બાકીના 80 ટકા ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જો ઈક્વિટી માર્કેટ ઘટશે તો રોકાણકારોને નુકસાન થશે કારણ કે ડેટ અને કોમોડિટીની ફાળવણી માત્ર 10 ટકા છે. જો રેશિયો મોટો અને નિશ્ચિત ન હોય તો તેઓને એસેટ ક્લાસ વચ્ચેની ફાળવણીનો લાભ મળતો નથી.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:22 pm, Sat, 18 November 23

Next Article