દવાની આખી સ્ટ્રીપ ખરીદવી ફરજીયાત નહીં રહે, દવાની દરેક ટેબ્લેટ પર હશે એક્સપાયરી ડેટ

|

May 25, 2023 | 1:13 PM

ગ્રાહક બાબતોના મંત્રાલયે દવાના ગ્રાહકોને વધુ સુવિધા આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. હવે કોઈપણ દવાના પેકેટ પર દરેક ટેબ્લેટની સાથે મેકિંગ, એક્સપાયરી અને બેચ જેવી તમામ માહિતી વિગતવાર આપવાની રહેશે.

દવાની આખી સ્ટ્રીપ ખરીદવી ફરજીયાત નહીં રહે, દવાની દરેક ટેબ્લેટ પર હશે એક્સપાયરી ડેટ

Follow us on

જો તમે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લેવી જોઈએ જેથી કરીને તમારે પાછળથી પસ્તાવો ન કરવો પડે. કારણ કે વધુ દવાઓ ખરીદતી વખતે ગ્રાહકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ગ્રાહક મેડિકલ શોપ પર ટેબલેટ ખરીદવા જાય છે ત્યારે કેમિસ્ટ મોટેભાગે ગ્રાહકોને ટેબલેટ આપવાને બદલે આખું પાનુ લેવા દબાણ કરે છે. એટલા માટે ગ્રાહકોને ટેબલેટના સંપૂર્ણ સ્ટ્રીપ લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગ્રાહકોને ટેબલેટ ખરીદવું મોંઘું પડી જાય છે, પરંતુ હવે સરકારે ગ્રાહકોની આ સમસ્યાને દૂર કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

ગ્રાહકોને ટેબલેટ કે કેપ્સ્યુલનું આખુ પત્તુ લેવાની જરૂર નથી

કંઝ્યૂમર અફેયર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે ગ્રાહકોની આ સમસ્યાના ઉકેલ માટે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્લાનમાં આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે કે ગ્રાહકોને ટેબલેટ કે કેપ્સ્યુલના આખુ પત્તુ લેવાની જરૂર નથી. ગ્રાહક તેની જરૂર હોય તેટલી ટેબલેટ ખરીદી શકે છે. આ માટે, કેમિસ્ટ પણ ગ્રાહકોને આખું પત્તુ ખરીદવા દબાણ કરી શકશે નહીં. જો આવી સ્થિતિમાં કોઈ કેમિસ્ટ પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

QR કોડ દરેક ટેબલેટ પર હશે

સરકારના નવા નિયમ અનુસાર, તમે જે ટેબલેટ લેશો તેના દરેક ભાગ પર ઉત્પાદન અને એક્સપાયરી ડેટ જોવા મળશે. આ રીતે, જો તમે ટેબ્લેટ લો છો, તો પણ તમને તેના પર પણ તમામ પ્રકારની માહિતી જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને એક પ્લાન તૈયાર કરી રહી છે કે QR કોડ દવાના પાનની બંને બાજુએ અથવા દરેક ટેબલેટ પર આપી શકાય.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો : વ્યાજદરમાં વધારો અટકાવવો અમારા નિયંત્રણમાં નથી, અમે મોંઘવારી પ્રત્યે બેદરકાર રહી શકીએ નહીં: RBI

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article