
Maruti Grand Vitara : મોટાભાગના લોકો માટે પોતાના જીવનની પ્રથમ કાર ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. જોકે, કારની કિંમતો સાંભળીને જ લોકો કાર ખરીદવાનું ઘણીવાર ટાળતા હોય છે. પરંતુ જો તમે કાર ખરીદવા માટે યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે Maruti Grand Vitara કાર ખરીદવા માંગો છો તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાં કેટલો ફાયદો થશે.
જો તમે મારુતિ Grand Vitara કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Grand Vitaraની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ કિંમત રૂ.11,95,865 છે, તો રાજસ્થાનના આબુ રોડ પર આજ કારની કિંમત રૂ.12,50,367 છે. તેથી જો તમે મારુતિ Grand Vitara કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.55 હજારનો ફાયદો થશે.
Maruti Grand Vitara
આ પણ વાંચો Tomato Price: આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો
જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Grand Vitara ખરીદવા માંગો છો તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.55 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાત સાથે બોર્ડર પર ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.
Maruti Grand Vitara
Maruti Grand Vitaraની સિગ્મા વેરિઅન્ટની કિંમત જણાવી છે. આ પ્રમાણે તમે તમારી પસંદગીના મોડલની ગાડી ખરીદશો તો તેમાં પણ તમને રાજસ્થાન કરતા ગુજરાતમાં તેની કિંમતમાં તફાવત જોવા મળશે. Grand Vitaraનું સિગ્મા વેરિઅન્ટ એ સૌથી સસ્તું મોડલ છે. જેમાં સૌથી ઉંચું મોડલ Alpha+ છે. જે તમને ગુજરાતમાં રૂ.19 લાખ મળશે. જ્યારે રાજસ્થાનમાં તેની કિંમત 19.83 લાખ છે. આ મોડલમાં પણ તમને રૂ.83 હજારનો ફાયદો થશે.