શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

|

Oct 17, 2021 | 9:52 AM

જો તમે તમારા જૂના મકાનનું નવીનીકરણ(Home Renovation) કરવા માંગતા હોય તો પણ હોમ લોન(Home Loan) અથવા હોમ લોન ટોપ-અપ (Home Loan Top-Up)મેળવી શકાય છે.

શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION  માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા
Home Renovation Loan

Follow us on

Home Renovation Loan: શું તમે જાણો છો કે હોમ લોન માત્ર ઘર ખરીદવા અથવા બનાવવા માટે જ મળે છે તે હકીકત નથી. જો તમે તમારા જૂના મકાનનું નવીનીકરણ(Home Renovation) કરવા માંગતા હોય તો પણ હોમ લોન(Home Loan) અથવા હોમ લોન ટોપ-અપ (Home Loan Top-Up)મેળવી શકાય છે. જો તમે ઘરનું રીનોવેશન કરવા માંગતા હો, તો તમે ફંડ માટે જૂની હોમ લોનને ટોપ-અપ કરી શકો છો. આ સિવાય પ્રોપર્ટી સામે લોન પણ લઈ શકાય છે.

નાણાકીય બાબતોના નિષ્ણાતો કહે છે કે હોમ લોન ટોપ-અપ વધુ સારો વિકલ્પ છે. આનું કારણ એ છે કે તેનો વ્યાજ દર ઓછો છે જ્યારે તે પ્રોપર્ટી લોન માટે વધુ વ્યાજ દર હોય છે. તે કિસ્સામાં પહેલા ઘરના નવીનીકરણ માટે બજેટ તૈયાર કરો. જુદા જુદા વિક્રેતાઓ પાસેથી ક્વોટેશન મેળવો અને તમારા હોમ લોન ધીરનારને તમામ દસ્તાવેજો સબમિટ કરો. હોમ રિનોવેશન લોન માટેની પ્રક્રિયા હોમ લોન જેવી જ છે. તમારે નવીનીકરણનો પુરાવો પણ રજૂ કરવો પડશે.

મિલકતની કિંમતના 100 ટકા સુધીની લોન મેળવી શકાય છે
ઘરના રિનોવેશન, મોડીફાઇંગ, રિપેરિંગ માટે હોમ રિનોવેશન લોન લઇ શકાય છે. હોમ રિનોવેશન લોનની સુવિધાઓ વિશે વાત કરીએ તો, તે મિલકતના મૂલ્યના 90-100 ટકા સુધી હોઇ શકે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ માટે ચુકવણીનો સમયગાળો પગારદાર વ્યક્તિ માટે મહત્તમ 30 વર્ષનો હોઈ શકે છે. સેલ્ફ એમ્પ્લોઇડ માટે આ 20 વર્ષ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ દસ્તાવેજોની જરૂરી પડશે
જો તમે હોમ રિનોવેશન લોન માટે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરો છો, તો રહેણાંક ID જરૂરી છે. આવકના પુરાવા, નવીનીકરણના દસ્તાવેજો અથવા ક્વોટેશન, એમ્પ્લોયરની વિગતો, છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, લોન પ્રોસેસિંગ માટે કેન્સલેશન ચેક અને આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે.

લાંબા ગાળાની મુદ્દત વધુ હિતાવહ
લાંબા સમય સુધી લોનની ચુકવણીની મુદત તમારી હોમ લોનની પાત્રતામાં વધારો કરે છે કારણ કે EMIની રકમ ઓછી હશે, જેનો અર્થ છે કે તેવી સંભાવના વધી જાય છે કે તમે સમયસર ચુકવણી કરી શકશો. ધિરાણકર્તાને તમને લોન આપવામાં જોખમ ઓછું લાગશે. આ હોમ લોન માટે તમારી પાત્રતામાં વધારો કરશે.

 

આ પણ વાંચો : Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ

 

આ પણ વાંચો : Rakesh Jhunjhunwala એ TATA Group ના આ Stock માં વધાર્યું રોકાણ, જાણો કંપનીએ 1 વર્ષમાં કેટલું આપ્યું છે રિટર્ન?

Next Article