
રોકાણ માટે બંધ આ IPOને લઈને રોકાણકારોમાં ઘણો ક્રેઝ હતો. રોકાણકારોએ ભારે ઉત્સાહ સાથે IPO માટે બિડ કરી છે. હવે રોકાણકારોની નજર આઈપીઓ લીસ્ટીંગ પર છે. પરંતુ ઘણી વખત સમસ્યા થાય છે કે રોકાણકારો આઇપીઓમાં રોકાણ તો કરે છે પણ કેટલાક નવા રોકાણકારોને એ ખ્યાલ નથી રહેતો કે આઇપીઓનું અલોટમેન્ટ કેવી ચકાસવું.
જો તમે IPOમાં પણ રોકાણ કર્યું છે, તો તમારે તપાસ કરવી પડશે કે તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં. અમે તમને જણાવીશું કે તમે IPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે ચકાસી શકો છો.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા અનુસાર રૂ. 6,560 કરોડના IPO માટે 46,28,35,82,522 શેર માટે બિડ કરવામાં આવી છે. હવે રોકાણકારોને તેના લિસ્ટીંગની રાહ રહેશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOની લિસ્ટીંગ 16 સપ્ટેમ્બર અને સોમવારે કરવામાં આવશે.