SBI Credit Card ના નિયમમાં કરાયેલ ફેરફારનું 1 ડિસેમ્બર બાદ ધ્યાન નહિ રાખો તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે

|

Nov 29, 2021 | 8:28 AM

બેંકે કહ્યું કે જો ગ્રાહક તેનો EMI ટ્રાન્ઝેક્શન કેન્સલ કરશે તો પ્રોસેસિંગ ફી પણ પરત કરવામાં આવશે. આ સાથે ટ્રાન્ઝેક્શન કેન્સલ થવા પર પણ બેંક ગ્રાહકોને પ્રોસેસિંગ ચાર્જ રિફંડ કરશે.

SBI Credit Card ના નિયમમાં કરાયેલ ફેરફારનું 1 ડિસેમ્બર બાદ ધ્યાન નહિ રાખો તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે
state bank of India debit card

Follow us on

SBI ક્રેડિટ કાર્ડ(SBI Credit Card)ના ગ્રાહકો માટે એક માઠાં સમાચાર છે. SBI ક્રેડિટ કાર્ડે તેના ગ્રાહકોને ઈમેલ દ્વારા જાણ કરી છે કે ડિસેમ્બર 1, 2021 થી તમામ EMI ખરીદી વ્યવહારો પર 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને ટેક્સ વસૂલવામાં આવશે. કંપની રિટેલ આઉટલેટ્સ તેમજ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર કરવામાં આવતા તમામ EMI વ્યવહારો માટે પ્રોસેસિંગ ફી વસૂલશે. ધ્યાનમાં રાખો કે આ શુલ્ક ખરીદીને EMIમાં રૂપાંતરિત કરવા પરના વ્યાજ ચાર્જ ઉપરાંત છે.

BNPL હેઠળ માલ મોંઘો થશે
આ દિવસોમાં ઘણી વેપારી વેબસાઇટ્સ ‘બાય નાઉ પે લેટર’ (BNPL) નો વિકલ્પ ઓફર કરી રહી છે. આ ચાર્જીસ ચોક્કસપણે આ વિકલ્પ હેઠળ ખરીદી કરતા કાર્ડ ધારકોને અસર કરશે. આનાથી SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને BNPL ખરીદી વધુ મોંઘી થઈ શકે છે.

ગ્રાહકોને મોકલવામાં આવેલ ઈમેઈલમાં ક્રેડિટ કાર્ડ કંપનીએ કહ્યું છે – પ્રિય કાર્ડધારકો, અમે તમને જણાવવા માંગીએ છીએ કે 1લી ડિસેમ્બર 2021થી તમામ વેપારી આઉટલેટ્સ/વેબસાઈટ/એપ્સ પર કરવામાં આવેલ તમામ EMI વ્યવહારો પર રૂ. 99+ ચાર્જ કરવામાં આવશે. પ્રોસેસિંગ ફી તરીકે લેવામાં આવશે. અમારી સાથે તમારી સતત હાજરી બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

તમે પણ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવું 1 ડિસેમ્બરથી મોંઘું થઈ જશે. બેન્ક હવે 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લેવા જઈ રહી છે.

SBI Cards એ માહિતી આપી હતી કે હવે તેના ગ્રાહકોએ EMI ટ્રાન્ઝેક્શન માટે 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને કાર્ડધારકોને ટેક્સ ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોએ હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પર ઈએમઆઈ શોપિંગ માટે વધારાની ફી ચૂકવવી પડશે.

નવા નિયમો શું છે?
બેંકે કહ્યું કે જો ગ્રાહક તેનો EMI ટ્રાન્ઝેક્શન કેન્સલ કરશે તો પ્રોસેસિંગ ફી પણ પરત કરવામાં આવશે. આ સાથે ટ્રાન્ઝેક્શન કેન્સલ થવા પર પણ બેંક ગ્રાહકોને પ્રોસેસિંગ ચાર્જ રિફંડ કરશે. જો કે, EMI પ્રી-ક્લોઝરના કિસ્સામાં ગ્રાહકોએ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ક્રૂડની કિંમતોને લઈ આવ્યા ચિંતાના સમાચાર, શું પેટ્રોલ – ડીઝલ ફરી મોંઘા થશે? જાણો લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો : EPFO : UAN સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, સમયમર્યાદા ચુકી જશો તો મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા

Published On - 8:26 am, Mon, 29 November 21

Next Article