
ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે ડિજિટલ કરન્સી શરૂ કર્યો છે. ડિજિટલ રૂપિયાનો હવે તેના પ્રથમ પાયલોટ ટેસ્ટ પ્રોગ્રામ દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવશે. આ માટે રિઝર્વ બેંકે આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચએસબીસી સહીત કુલ નવ બેંકોનો સમાવેશ કર્યો છે. ડિજિટલ રૂપિયાના માધ્યમથી લોકોની રોકડ પરની નિર્ભરતા હવે ઓછી થશે અને એક રીતે તે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે પણ સારો વિકલ્પ સાબિત થશે. અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન ચલણ રૂપિયા , ચેક અથવા કોઈપણ બેંકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ડિજીટલ નોટ્સમાં કોઈ હાર્ડ કરન્સીની જરૂર પડશે નહીં. તમે વોલેટ ટુ વોલેટ વ્યવહારો કરી શકશો.
આર્થિક નિષ્ણાત વિજય સરદાના કહે છે કે “મને લાગે છે કે આ પ્રોજેક્ટ દ્વારા કાળું નાણું ઓછું થશે કારણ કે આવનારા સમયમાં સરકાર તેનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવી શકે છે ઉદાહરણ તરીકે પાંચ હજારથી વધુ વ્યવહારો માટે જરૂરી રહી શકે છે. જેથી સરકારને સીધી દરેક વ્યક્તિ દ્વારા થતા ખર્ચ પર નજર રાખી શકે. હાર્ડ કરન્સી પરની નિર્ભરતા ઓછી થશે. સરકાર માટે આ ખૂબ જ સારી શરૂઆત છે.
આ રૂપિયાથી રૂપિયાના વ્યવહાર પર આધારિત છે, ક્રિપ્ટોમાં બજારના ઉતાર-ચઢાવ પણ મહત્વ ધરાવે છે. તે આરબીઆઈ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તે ફક્ત તેમના દ્વારા જ નિયંત્રિત થાય છે. બીજી તરફ ક્રિપ્ટો એક ખાનગી સાહસ છે, જેના કારણે તેમાં ઘણું જોખમ છે.
ઈ-વોલેટમાં એક મર્યાદા છે તેમાં સુરક્ષાની પણ મોટી ચિંતા રહેશે.જેમ કે ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાના કિસ્સામાં શું કરવામાં આવશે. આ અંગેની વિગતો પણ આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે.
ના, એવું નહીં થાય. પરંતુ તે અનુકૂળ રહેશે. હવે જો તમારી નોટો ફાટશે કે ચોરાઈ જશે તો સમસ્યા થશે. પરંતુ ડિજિટલ ચલણમાં આ બધી સમસ્યા નહીં હોય. મુસાફરી દરમિયાન કોઈ ટેન્શન રહેશે નહીં. અત્યારે બે લાખ પાંચ લાખ ટ્રાન્સફર કરવા મુશ્કેલ છે. જે હવે સરળ બનશે. રોકડ ટ્રાન્સફરને અપગ્રેડ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.