DigiLocker : અગત્યના દસ્તાવેજોની જાળવણીની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો DigiLockerમાં PAN સ્ટોર કરવાની સરળ રીત

|

Jul 20, 2021 | 10:18 AM

ડિજિલોકર(DigiLocker) ભારતના નાગરિકોને મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવવામાં મદદ કરે છે. આ આધુનિક પ્રક્રિયા કાગળનો ઉપયોગ અને સાચવણીની ઝંઝટ દૂર કરે છે અને જરૂરિયાતના સમયે ત્વરિત ઉપલબ્ધ થાય છે.

DigiLocker : અગત્યના દસ્તાવેજોની  જાળવણીની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો DigiLockerમાં PAN સ્ટોર કરવાની સરળ રીત
Digilocker

Follow us on

જ્યારે આંતર રાજ્ય અથવા વિદેશ મુસાફરી કરીએ છીએ ત્યારે હંમેશાં આપણા મનમાં અંગત દસ્તાવેજો ગમ થવાનો દર રહેતો હોય છે. આધુનિક યુગમાં ડિજિલોકર(DigiLocker) એ દસ્તાવેજોને સાથે લઈ ફરવાનો અને સાચવણીની સમસ્યાનો હલ પ્રદાન કરે છે છે. તે સરકારી એજન્સીઓમાં પણ e-documents સુવિધા પ્રદાન કરે છે. ડિજિલોકર તમારું driving license, PAN card, Voter ID, policy documents જેવા દસ્તાવેજો સ્ટોર કરી શકે છે એકવાર તમે ડિજિલોકર એકાઉન્ટમાં સાઇન અપ કરો છો પછી તમારા દસ્તાવેજો સુરક્ષિત અને સરળતાથી તમારા આધાર નંબરની જેમ ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ પર અપલોડ થઇ જાય છે.

ડિજિલોકર(DigiLocker) ભારતના નાગરિકોને મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવવામાં મદદ કરે છે. આ આધુનિક પ્રક્રિયા કાગળનો ઉપયોગ અને સાચવણીની ઝંઝટ દૂર કરે છે અને જરૂરિયાતના સમયે ત્વરિત ઉપલબ્ધ થાય છે. સરકારી એજન્સીઓ યુઝર્સની સંમતિ પ્રાપ્ત કર્યા પછી સીધા જારી કરનારાઓના ડેટાની ચકાસણી કરે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ પાનકાર્ડ સંકલન સુવિધા માટે ડિજિલોકર સાથે જોડાણ કર્યું છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ડિજિલોકરમાં PAN સ્ટોર કરવા આ પગલાં અનુસરો
પગલું 1: સત્તાવાર વેબસાઇટ ડિજિલોકર પર ક્લિક કરો: https://www.digilocker.gov.in/dashboard.
પગલું 2: DigiLocker account માં લોગ ઇન કરો.
પગલું 3: ડાબી બાજુએ “issued documents ” પર જાઓ.
પગલું 4: એક pop-up બતાવશે કે ક્યા ઇશ્યુ કરેલા દસ્તાવેજો સીધા રજિસ્ટર્ડ સરકારી વિભાગો અને એજન્સીઓ દ્વારા તમારા ડિજિલોકરમાં આવે છે. તમે કેટલાક ભાગીદારો પાસેથી તેમને જારી કરેલા દસ્તાવેજોમાં ઉમેરી શકો છો.
પગલું 5: તમે ‘pull documents’ લિંક જોશો અને તેના પર ક્લિક કરો
પગલું 6: હવે ‘Income Tax Department’ પસંદ કરો.
પગલું 7: પછી દસ્તાવેજ પ્રકારમાંથી ‘PAN Card’ પસંદ કરો.
પગલું 8: નામ અને જન્મ તારીખ સહિતની વિગતો પહેલેથી જ આધાર વિગતો દ્વારા ભરવામાં આવશે. તમારી પાનની વિગતોને તપાસો.
પગલું 9: હવે PAN number દાખલ કરો અને ડ્રોપ-ડાઉનથી લિંગ પ્રકાર પસંદ કરો.
પગલું 10: સંમતિ બોક્સને તપાસો અને “Get Document” પર ક્લિક કરો.
પગલું 11: અંતે, તમારો પાન ડેટા ડિજિલોકરમાં સ્ટોર કરવામાં આવશે અને લિંક ‘issued documents’ હેઠળ એક્સેસ કરવામાં આવશે.

Next Article