ધનતેરસ પર દેશમાં થશે 50 હજાર કરોડનો બિઝનેસ! ચીનને લાગશે 1 લાખ કરોડ રૂપિયાનો ઝટકો

આ દિવાળી પર બજારમાં વોકલ ફોર લોકલ જોવા મળી રહ્યુ છે. કારણ કે લગભગ બધા જ પ્રકારના સામાનની ખરીદીમાં ભારતીય વસ્તુઓ જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ, દિવાળીમાં ચાઈનાની ચીજ વસ્તુઓનું વેચાણ ન થવાને કારણે ચીનને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના બિઝનેસનું નુકસાન થશે.

ધનતેરસ પર દેશમાં થશે 50 હજાર કરોડનો બિઝનેસ! ચીનને લાગશે 1 લાખ કરોડ રૂપિયાનો ઝટકો
Diwali Shopping
| Updated on: Nov 09, 2023 | 2:21 PM

દેશભરમાં ધનતેરસ અને દિવાળીની ખરીદી માટે બજારો સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતની દિવાળી પર બજારમાં ચાઈનીઝ સામાન જોવા મળશે નહીં, પરંતુ લોકલ ફોર વોકલ પર ભાર આપવામાં આવી રહ્યો છે. દિલ્હી સહિત દેશના દરેક રાજ્યોમાં વેપારીઓ માટે વેચાણનો આ એક મહત્વનો દિવસ છે, જેના માટે વેપારીઓએ પણ તૈયારીઓ કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ધનતેરસના અવસર પર દેશભરમાં છૂટક વેપાર લગભગ 50,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

ચીનને લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

આ દિવાળી પર બજારમાં વોકલ ફોર લોકલ જોવા મળી રહ્યુ છે. કારણ કે લગભગ બધા જ પ્રકારના સામાનની ખરીદીમાં ભારતીય વસ્તુઓ જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ, દિવાળીમાં ચાઈનાની ચીજ વસ્તુઓનું વેચાણ ન થવાને કારણે ચીનને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના બિઝનેસનું નુકસાન થશે.

બજારમાં વોકલ ફોર લોકલની અસર દેખાઈ

દિવાળી પર બજારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ ના આહ્વાન પર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મહિલાઓ પાસેથી ખરીદી કરવા માટેની અપીલને સમર્થન આપતા CAT એ વેપારી સંગઠનોને તેઓના વિસ્તારમાં જે મહિલાઓને દિવાળીને લગતા સામન બનાવી રહી છે, તેમના વેચાણમાં વધારો કરવા માટે મદદ કરવાની અપીલ કરી છે. તેનાથી તેઓ પણ ઘરે ખુશીથી દિવાળીની ઉજવણી કરી શકે.

લોકો કરે છે નવી વસ્તુઓની ખરીદી

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, ધનતેરસના દિવસે સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજી, સંપત્તિના દેવી શ્રી મહાલક્ષ્મીજી અને શ્રી કુબેરજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો નવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે, કારણ કે તેને શુભ ગણવામાં આવે છે. લોકો સોના-ચાંદીના દાગીનાની સાથે ઈલેક્ટ્રોનિક્સ સામાનની ખરીદી કરે છે.

આ પણ વાંચો : ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો, તો ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાના આ છે બેસ્ટ ઓપ્શન

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, ધનતેરસ પર જ્વેલરી વેપારીઓમાં વેચાણને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેના માટે વેપારીઓ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી હતી. નવી ડિઝાઈનની જ્વેલરી અને સોના, ચાંદીની વસ્તુઓનો મોટો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે આર્ટિફિશિયલ જ્વેલરીની પણ માગ જોવા મળી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો