દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને આખરે નવા માલિક મળ્યા

દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને આખરે નવા મલિક મળી ગયા છે. લંડનની એસેટ મેન્જમેન્ટ કંપની કાલરોક કેપિટલને કંપની સોંપાશે. જેટ એરવેઝના કર્જદારોની કમિટીએ આ નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી છે. કાલરોક સાથે UAEની ઈન્વેસ્ટર મુરારીલાલ જલાન પણ હિસ્સેદારી રાખશે. જેટ એરવેઝ માટે હરિયાણાની ફ્લાઈટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર, મુંબઈની બિગ ચાર્ટર અને અબુધાબીની ઈમ્પિરિયલ […]

દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને આખરે નવા માલિક મળ્યા
| Edited By: | Updated on: Oct 09, 2020 | 5:31 PM

દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને આખરે નવા મલિક મળી ગયા છે. લંડનની એસેટ મેન્જમેન્ટ કંપની કાલરોક કેપિટલને કંપની સોંપાશે. જેટ એરવેઝના કર્જદારોની કમિટીએ આ નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી છે. કાલરોક સાથે UAEની ઈન્વેસ્ટર મુરારીલાલ જલાન પણ હિસ્સેદારી રાખશે. જેટ એરવેઝ માટે હરિયાણાની ફ્લાઈટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર, મુંબઈની બિગ ચાર્ટર અને અબુધાબીની ઈમ્પિરિયલ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટે પણ કન્સોર્ટિયમ દાખલ કર્યા હતા. જેટ એરવેઝ દેશની જાણીતી અને જૂની એરલાઈન્સ કંપની છે, જેનું કામકાજ એપ્રિલ 2019માં ઠપ્પ થઈ ગયું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કંપનીની આવક નહિવત અને દેવા સતત વધી રહ્યા છે. કર્જદાતાઓએ 8000 કરોડના દેવા સાથે કંપની નાદાર બનાવાની પ્રક્રિયા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેટ એરવેઝની નવી માલિક કંપનીઓમાં કાલરોક લંડનની કંપની છે, જે રિયલ એસ્ટેટ અને વેન્ચર કેપિટલમાં રસ ધરાવે છે તો સામે મુરારી લાલ જલાને તેમની કંપની રંગદેવલોપર્સ થકી રિયલ એસ્ટેટ, ખનન, ટ્રેડિંગ, ડેરી અને ટુરિઝમ ક્ષેત્રમાં સારું રોકાણ કર્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો