
બેંક ઓફ બરોડામાં વિલિનીકરણ બાદ બન્ને બેંકોના એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે. બેંક એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જવાની સાથે વિજયા બેંકના શેર ધારકોને દરેક 1 હજરા શેર પર બેંક ઓફ બરોડાના 402 ઈક્વિટી શેર મળશે. એજ રીતે દેના બેંકના શેર ધારકોને દરેક 1 હજાર શેર પર બેંક ઓફ બરોડાના 110 શેર જ મળશે.
બેંકોના વિલિનીકરણ બાદ સૌથી મોટી અસર બન્ને બેંકોના ગ્રાહકો પર રહેશે. આવો જાણીએ મહત્વની કેટલીક અસરો..
1. ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અને ગ્રાહક આઈડી મળી શકે છે.
2. જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અને IFSC કોડ મળશે. તેમને નવી ડીટેઈલ આવકવેરા વિભાગ, ઈન્સ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેંશન યોજના તમામમાં અપડેટ કરાવવી પડશે.
3. SIP અને EMI માટે પણ ગ્રાહકોને નવા ઇન્સ્ટ્રક્શન ફોર્મ પણ ભરવા પડી શકે છે.
4. નવી ચેકબુક, ડેબીટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ થઈ શકે છે.
5. ફિક્સ ડિપોઝીટ કે રિકરીંગ ડિપોઝીટ પર મળનારા વ્યાજ પર કોઈ ફેરફાર નહી થાય
6. જે વ્યાજ દરો પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન લેવામાં આવ્યા છે. તેમાં કોઈ બદલાવ નહી થાય.
7. કેટલીક બેંક શાખાઓ બંધ થઈ શકે છે. જેથી ગ્રાહકોને નવી શાખાઓમાં જવુ પડી શકે છે.
બે બેંકોના વિલિનીકરણ બાદ બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે. અત્યારે 45.85 લાખ કરોડ રૂપિયાના વ્યવસાય સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રથમ નંબરે છે. 15.8 લાખ કરોડ રૂપિયા સાથે HDFC બેંક બીજા નંબરે છે. 11.02 લાખ કરોડ રૂપિયા સાથે ICICI ત્રીજા નંબર પર છે. પરંતુ બે બેકોના વિલિનીકરણ બાદ બેંક ઓફ બરોડાનો વ્યવસાય 15.4 લાખ કરોડ રૂપિયાનો થશે. જેથી ICICIને પાછડ છોડીને BOB દેશની ત્રીજી મોટી બેંક બનશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]